GSTV

મોદી સરકારની આ યોજનામાં ખાતુ ખોલાવી પત્નીનું ભવિષ્ય બનાવો સુરક્ષિત, દર મહિને થશે મોટી આવક

પત્ની

ઘણાં પરિવાર એવા હોય છે જેમાં એક જ વ્યક્તિ કમાનાર હોય છે. જો તમારા પરિવારમાં પણ આવું જ હોય અને તમારી પત્ની ગૃહિણી હોય તો થોડી ચિંતા રહે છે. હંમેશા મનમાં એક સવાલ રહે છે કે જો તમે ભવિષ્યમાં નહીં હોવ તો ઘર કેવી રીતે ચાલશે? સાથે જ તમે તમારી પત્નીને આત્મનિર્ભર પણ બનાવવા માગતા હશો કારણ કે તમારી ગેરહાજરીમાં એક રેગ્યુલર ઇનકમ આવતી રહે.

તેવામાં તમે National Pension Schemeમાં રોકાણ કરીને પોતાની પત્નીને આત્મનિર્ભર બનાવી શકો છો. જો તમે ઇચ્છો કે ભવિષ્યમાં તમારી પત્ની રૂપિયા માટે કોઇના પર આધારિત ન રહે તો તમે તમારી પત્ની માટે રેગ્યુલર ઇનકમની વ્યવસ્થા કરી શકો છો.

પત્નીના નામે ખોલાવો ન્યૂ પેન્શન સિસ્ટમ એકાઉન્ટ

યોજના

તમે પોતાની પત્નીના નામે ન્યૂ પેન્શન સિસ્ટમ (NPS) એકાઉન્ટ ખોલાવી શકો છે. NPS એકાઉન્ટ તમારી પત્નીને 60 વર્ષની ઉંમર પૂરી થવા પર એક મોટી રકમ આપશે. સાથે જ દર મહિને તેને પેન્શન રૂપે રેગ્યુલર ઇનકમ પણ થશે. NPS એકાઉન્ટ સાથે તમે તે પણ નિશ્વિત કરી શકો છો કે તમારી પત્નીને દર મહિને કેટલુ પેન્શન મળશે. તેનાથી તમારી પત્ની 60 વર્ષની ઉંમર બાદ રૂપિયા માટે કોઇના પર આધારિત નહી રહે.

સરળ છે NPSમાં રોકાણ કરવુ

તમે NPS એકાઉન્ટમાં પોતાની સુવિધા અનુસાર દર મહિને અથવા દર વર્ષે રૂપિયા જમા કરી શકો છો. તે 1000 રૂપિયાથી પણ પત્નીના નામે NPS એકાઉન્ટ ખોલાવી શકો છો. 60 વર્ષની ઉંમરમાં NPS એકાઉન્ટ મેચ્યોર થઇ જાય છે. નવા નિયમો અંતર્ગત તમે ઇચ્છો તો પત્નીની ઉંમર 65 વર્ષની થવા સુધી NPS એકાઉન્ટ ચલાવી શકો છો.

45 હજાર સુધી માસિક આવક સંભવ

ઉદાહરણથી સમજીએ- તમારી પત્નીની ઉંમર 30 વર્ષ છે અને તેના NPS એકાઉન્ટમાં દર મહિને 5000 રૂપિયાનું રોકાણ કરો છો. જો તમને રોકાણ પર 10 ટકા વાર્ષિક રિટર્ન મળે તો 60 વર્ષની ઉંમરમાં તેના એકાઉન્ટમાં કુલ 1.12 કરોડ રૂપિયા હશે. તેને તેમાં આશરે 45 લાખ રૂપિયા મળશે. આ ઉપરાંત તમને દર મહિને 45000 રૂપિયાની આસપાસ પેન્શન મળશે. આ પેન્શન તેમને આજીવન મળતી રહેશે.

જાણો કેટલુ મળશે પેન્શન

SBI
  • ઉંમર – 30 વર્ષ
  • કુલ રોકાણનો સમયગાળો – 30 વર્ષ
  • માસિક યોગદાન – 5000 રૂપિયા
  • રોકાણ પર અંદાજિત વળતર – 10%
  • મેચ્યોરિટી સમયે કુલ પેન્શન ફંડ્સ – રૂ. 1,11,98,471 પરત ખેંચી શકાશે.
  • 44,79,388 એન્યુઇટી પ્લાન ખરીદવાની રકમ.
  • 67,19,083 અંદાજિત એન્યુઇટી 8%
  • માસિક પેન્શન – 44,793 રૂપિયા.

Read Also

Related posts

બોલિવૂડમાં ડ્રગ્સ કનેકશન: દીપિકા પાદુકોણની મેનેજરના ઘરે એનસીબીના દરોડા

pratik shah

હાથરસ ગેંગરેપ કેસ: અલ્હાબાદ હાઇકોર્ટની દેખરેખ હેઠળ થાય સીબીઆઈ તપાસ, સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય

pratik shah

આ વખતે ટેકાના ભાવે મગફળી ખરીદવાની પ્રકિયા માત્ર રહી ગઈ ફોર્માલિટી, ખેડૂતોએ આ કરાણે ન દેખાડ્યો રસ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!