GSTV

મોટી રાહત/ ડાયાબિટીસની 12 જેટલી દવાઓ સસ્તી થઈ ગઈ, મહત્તમ કિંમત કરી ફિક્સ, દોઢ રૂપિયામાં મળશે એક ગોળી

Last Updated on October 26, 2021 by Pravin Makwana

દેશના ડ્રગ પ્રાઇસ રેગ્યુલેટર NPPAએ સોમવારે ડાયાબિટીસની સારવારમાં ઉપયોગમાં લેવાતી 12 જેનેરિક દવાઓની મહત્તમ કિંમત નક્કી કરી છે. આ દવાઓમાં ગ્લિમેપીરાઇડ ગોળીઓ, ગ્લુકોઝ ઇન્ફ્યુઝન અને ઇન્સ્યુલિન સોલ્યુશનનો સમાવેશ થાય છે.

NPPAએ એક ટ્વિટમાં જણાવ્યું છે કે, દરેક ભારતીયને ડાયાબિટીસ જેવી બીમારીની સસ્તી સારવાર મળી રહે તે માટે NPPAએ ડાયાબિટીસની સારવારમાં વપરાતી 12 દવાઓની મહત્તમ કિંમત નક્કી કરી છે. આ હેઠળ, Glimepiride 1mgની ટેબ્લેટની મહત્તમ છૂટક કિંમત હવે 3.6 રૂપિયા હશે જ્યારે 2mgની ટેબ્લેટની કિંમત 5.72 રૂપિયા હશે.

WHO

25 ટકા તાકાતવાળા એક ml ગ્લુકોઝ ઈન્જેક્શનની કિંમત 17 પૈસા નક્કી કરવામાં આવી છે, જ્યારે 40 IU/ml શક્તિના એક ml ઈન્સ્યુલિન (દ્રાવ્ય) ઈન્જેક્શનની કિંમત 15.09 રૂપિયા નક્કી કરવામાં આવી છે. એ જ રીતે, 40 IU/ml સ્ટ્રેન્થના ERML ઇન્ટરમીડિયેટ એક્ટિંગ (NPH) સોલ્યુશન ઇન્સ્યુલિન ઇન્જેક્શનની કિંમત પણ 15.09 રૂપિયા નક્કી કરવામાં આવી છે. 40 IU/ml સ્ટ્રેન્થના 30:70 પ્રિમિક્સ ઇન્સ્યુલિન ઇન્જેક્શન માટે પણ ઇન્જેક્શન દીઠ સમાન કિંમત નક્કી કરવામાં આવી છે.

NPPAએ જણાવ્યું હતું કે 500 મિલિગ્રામ મેટફોર્મિન તાત્કાલિક રિલીઝ ટેબ્લેટની કિંમત 1.51 રૂપિયા પ્રતિ ટેબ્લેટ, 750 મિલિગ્રામની ટેબ્લેટ માટે 3.05 રૂપિયા અને 1 ગ્રામ શક્તિની મેટફોર્મિન ટેબ્લેટ માટે 3.61 રૂપિયા નક્કી કરવામાં આવી છે. મેટફોર્મિન કંટ્રોલ રીલીઝ 1 ગ્રામની ટેબ્લેટની મહત્તમ કિંમત રૂ. 3.66 છે જ્યારે તેની 750 એમજી અને 500 એમજીની ટેબ્લેટની કિંમત અનુક્રમે રૂ. 2.40 અને રૂ. 1.92 પ્રતિ ટેબ્લેટ છે.

READ ALSO

Related posts

ઓમિક્રોનને કારણે આખી દુનિયામાં ફફડાટ વચ્ચે દક્ષિણ આફ્રિકાનો ગૌટેંગ પ્રાંત સૌથી વધુ સંક્રમિત

Vishvesh Dave

મોટા સમાચાર / અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલ પર RBIનો સકંજો, બોર્ડને ભંગ કરી સત્તાઓ પોતાના હાથમાં લીધી

Zainul Ansari

AIMIM ચીફ ઓવૈસીએ કૃષિ કાયદા પરત લેવા અંગેના બિલને ‘રાજકીય દાવ’ ગણાવ્યું, કહ્યું- ચૂંટણી પર હતી નજર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!