GSTV

હવે 4 કરોડ લોકોને પેમેન્ટ સર્વિસથી જોડી શકશે વોટ્સએપ, NPCI એ આપી મંજૂરી

WhatsApp

Last Updated on November 27, 2021 by GSTV Web Desk

વોટ્સએપ માટે સારા સમાચાર છે. તેની પેમેન્ટ સર્વિસ માટે યુઝર્સની સંખ્યા બમણી કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ તેના માટે રેગયુલેટરી એપ્રૂવલ આપી દીધો છે. જો વોટ્સએપ ઈચ્છે તો તે તેના પ્લેટફોર્મ દ્વારા ભારતમાં 4 કરોડ યુઝર્સને સર્વિસ આપી શકે છે. પહેલા આ મર્યાદા 2 કરોડ યુઝર્સ હતી. ઉલ્લેખનીય છે કે આ અંગે વોટ્સએપે NPCI સામે માંગ કરી હતી.

વોટ્સએપ

ભારતમાં વોટ્સએપના 50 કરોડ યુઝર

રિપોર્ટ મુજબ 5 કરોડ અથવા 40 મિલિયન યુઝર બેસ વધારવાની મંજૂરી મળવી વોટ્સએપ માટે પૂરતુ નથી, કારણ કે કંપનીનું ધ્યાન ભારતમાં વોટ્સએપ મેસેન્જરનો ઉપયોગ કરતા 50 કરો યુઝર્સ પર છે. તે 50 કરોડમાંથી માત્ર 4 કરોડ લોકો જ વોટ્સએપ દ્વારા તેની પેમેન્ટ સર્વિસ સાથે જોડાઈ શકે છે. NPCI તરફથી મંજૂરી મળી ગઈ છે, પરંતુ નવા યુઝર્સ જોડવાનો નિયમ ક્યારે લાગુ થશે તે હજુ સ્પષ્ટ નથી.

આ કંપનીઓથી છે મુકાબલો

વોટ્સએપની ભારતમાં ઘણી મોટી કંપનીઓ સાથે સ્પર્ધા કરે છે. આલ્ફાબેટ ઇન્કના ગૂગલ પે, સોફ્ટબેંક અને એન્ટ ગ્રૂપ સમર્થિત પેટીએમ અને વોલમાર્ટના ફોનપેથી વોટ્સએપ પેમેન્ટ સર્વિસથી કડક મુકાબલો છે. ભારતના ગીચ વસ્તી ધરાવતા વિસ્તારમાં ડિજિટલ માર્કેટમાં હાલ આ ચાર કંપનીઓનું પ્રભુત્વ છે. પરંતુ મેસેન્જર પ્લેટફોર્મ પર 50 કરોડ યુઝર્સ હોવા છતાં, વોટ્સએપ Google Pay, Paytm અને Phone Pay કરતાં ઓછું લોકપ્રિય બન્યું છે. તદનુસાર WhatsAppને હજુ ઘણું લાંબુ સફર કાપવાનું છે.

પહેલા 2 કરોડ યુઝર જોડવાની મંજૂરી

અગાઉ NPCI દ્વારા 2 કરોડ યુઝર્સ જોડવાની મંજૂરી મળી હતી, તે હજુ સુધી ત્યાં પહોંચી શક્યું નથી. તે 2 કરોડ યુઝર્સની સંખ્યાને સ્પર્શવા જઈ રહ્યો છે, જ્યારે તેને 4 કરોડ યુઝર્સ ઉમેરવાની મંજૂરી મળી ગઈ છે.

Read Also

Related posts

ભાજપમાં જોડાતા જ વિજય સુવાળાનો વાણી વિલાસ આવ્યો સામે, અનુસુચિત જાતિ અને દેવીપૂજક સમાજને વિરુદ્દ કરી વિવાદિત ટિપ્પણી

GSTV Web Desk

જો પ્રિયંકા ગાંધી મારી સામે ચૂંટણી લડશે તો સ્પષ્ટ થઈ જશે કે હવે રાયબરેલી કોંગ્રેસનો ગઢ રહ્યુ નથી : અદિતિ સિંહ

GSTV Web Desk

ઓમિક્રોન સંક્રમણને રોકવા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાને લીધો મહત્વપૂર્ણ નિર્ણય, વર્તમાન પરિસ્થિતિ અંગે વ્યક્ત કર્યું દુઃખ

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!