GSTV

અતિ અગત્યનું/ UPI યૂઝર્સ રહો સાવધાન : આ 3 કલાકમાં ભૂલથી પણ ના કરો ઓનલાઈન પેમેંટ, NPCIએ જાહેર કરી એલર્ટ…

જો તમે ઑનલાઈન પેમેંટ UPIથી કરો છો તો આ સમાચાર તમારા માટે છે. નેશનલ પેમેંટ કોર્પોરેશન ઑફ ઈન્ડિયાએ લોકોને UPI પેમેંટને લઈને મોટુ એલર્ટ જાહેર કર્યુ છે. જણાવ્યું છે કે રાત્રીના 1 વાગ્યાથી 3 વાગ્યા સુઘીના વચ્ચેના સમયમાં થોડા દિવસો માટે UPIથી પેમેંટ કરવાથી બચો. NPCIએ જણાવ્યું કે, UPIસેવાઓને આગામી કેટલાક દિવસો માટે ઉપગ્રેડની પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવશે. આ દરમ્યાન લોકોને પરેશાનીનો સામનો કરવો પડી શકે છે.

NPCI એ પણ જણાવ્યું કે, આ દરમ્યાન યૂઝર્સને UPIદ્વારા ચૂકવણી કરવામાં પરેશાની થઈ શકે છે. NPCIએ જોકે એ નથી કહ્યું કે, આ પ્રક્રિયા કેટલા દિવસો સુધી ચાલશે. NPCIએ તેની જાણકારી ટવીટ કરીને આપી છે. તેણે ટવીટમાં લખ્યું છે કે, તમારા પેમેંટના અનુભવને વધારવા, સુરક્ષિત અને સારો બનાવવા માટે અમે અમારા UPI પ્લેટફોર્મને અપગ્રેડ કરી રહ્યા છીએ. આગામી કેટલાક દિવસો સુધી UPI યૂઝર્સને રાત્રે 1 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધીના વચ્ચેના સમયમાં ચૂકવણી કરવામાં મુશ્કેલી આવી શકે છે.

સાઈબરના ખતરાઓથી યૂઝર્સને બચાવવા કંપની કરી રહી છે આ કામ

NPCIએ જણાવ્યું કે, ઈન્ફોર્મેશન સિક્યોરિટી ટીમ સાઈબરના ખતરાથી યૂઝર્સને બચાવવા માટે કામ કરી રહી છે. તેમજ સાઈબર ખતરાઓથી લડવા માટે વધુ સારી સિક્યોરિટી બનાવવા પર કામ કરાઈ રહ્યું છે.

READ ALSO

Related posts

સગીરાને કોલગર્લ દર્શાવી સોશિયલ મિડિયા પર ‘rate 2500 call me’ લખનાર મહિલાની ધરપકડ, આરોપી હતી પિતાની ફ્રેન્ડ

Pravin Makwana

કાંધલ જાડેજા પહોંચ્યા SP ઓફિસ, સોશિયલ મીડિયા દ્વારા એક શખ્સે અભદ્ર ટિપ્પણી કરતા મામલો બિચક્યો

Pravin Makwana

ગુણકારી લીમડો: મીઠો લીમડો સ્વાદની સાથે સાથે આ રીતે પણ કામમાં આવશે, તેના આ ફાયદા તમે ક્યાંય નહીં જોયા હોય

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!