GSTV
Gujarat Government Advertisement

રાષ્ટ્રીયકૃત બેન્કોના મર્જર પછી NPA ઘટવાને બદલે વધી ગઈ

Last Updated on April 2, 2019 by Mayur

સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા સાથે જુદા જુદા રાજ્યની સ્ટેટ બૅન્કના જોડાણ કે વિલીનીકરણ પછી બૅન્કની નોન પરફોર્મિંગ એસેટ્સ ઘટવાને બદલે વધી રહી છે. આજથી જોડાયેલી બૅન્ક ઑફ બરોડા, દેના બૅન્ક અને વિજયા બૅન્કના કિસ્સામાં પણ નોન પરફોર્મિંગ એસેટ્સ ઘટે તેવા કોઈ જ આસાર નથી. એનપીએ ઘટાડવા માટે બૅન્ક પાસે કોઈ જ ચોક્કસ વ્યૂહ જોવા મળતો નથી. સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાની રાજ્ય સ્તરની બૅન્કો એટલે કે સ્ટેટ બૅન્ક ઑફ પતિયાલા અને સ્ટેટ બૅન્ક ઑફ પતિયાલા જેવી બૅન્કો સાથે જોડાણ કર્યા પછીય તેની નોન પરફોર્મિંગ એસેટ્સમાં ૧૨ જ માસમાં રૃા. ૧.૦૯ લાખ કરોડનો વધારો થયો છે.

બૅન્કિંગ સેક્ટરના નિષ્ણાતોનું કહેવું છે કે બૅન્કોના જોડાણ પાછળનો મૂળભૂત હેતુ વિદેશી બૅન્કો સામે સ્પર્ધા કરવા કરતાંય વધુ તો બૅન્કમાં વર્ષ દરમિયાન ૨૫૦૦૦ કે ૭૫૦૦૦ કરોડની એનપીએ થઈ જાય તો તેને કારણે બૅન્ક બેસી જવાની ધાસ્તી ઓછી રહે છે.એક બીજા સાથે જોડાઈ ગયેલી બૅન્ક ઑફ બરોડા, દેના બૅન્ક અને વિજયા બૅન્કની કુલ થાપણો રૃા. ૮.૭૫ લાખ કરોડને આંબી ગઈ છે. એકમેકમાં જોડાઈ ગયેલી ત્રણ બૅન્કોની કુલ થાપણના ૧૧.૫ ટકા એનપીએ હોવાનું બૅન્ક ઑફ બરોડાના જનરલ મૅનેજર તુલસી બાગવાલેનું કહેવું છે.

વિલફૂલ ડિફોલ્ટર્સના કેસમાં રિકવરી કેવી રીતે કરવી તેની ચર્ચા અત્યારે અમે કરી રહ્યા છીએ, એમ તેમણે જણાવ્યું હતું.  ત્રણ બૅન્કો મર્જ થતાં તેના ખાતેદારોની સંખ્યા વધીને ૧૨ કરોડની થઈ છે. તેમ જ દેના બૅન્કને છેલ્લા નવેક માસથી લોન આપવાની મનાઈ ફરમાવવામાં આવી હતી તે જોડાણ પછી પાછી ખેંચી લેવામાં આવી છે. તેથી દેના બૅન્કના ખાતેદારોને પણ ધિરાણ મળતું થશે.આ સંજોગોમાં રૃા. ૨૫૦૦૦ કે ૫૦૦૦૦ કરોડની એનપીએની અસર ઓછી થઈ જાય છે. આ નુકસાની વેઠવાની તેની તાકાત વધી જાય છે. બીજા શબ્દોમાં કહીએ તો બૅન્ક બેસી જતી નથી. તેનો ભરપૂર લાભ ઉદ્યોગો અને રાજકારણીઓ ઊઠાવી રહ્યા છે.

કારણે બૅન્કોના વિલીનીકરણ પછી તેની થાપણો વધી જાય છે. આજેથી મર્જ થયેલી કે એમલ્ગેમેટ (જોડાઈ ગયેલી) બૅન્ક ઑફ બરોડા, દેના બૅન્ક અને વિજયા બૅન્કની ત્રણની મળીને કુલ એનપીએ રૃા.૮૮૯૦ કરોડની આસપાસની છે. આ એનપીએની રિકવરી માટે તેમની પાસે કોઈ જ નક્કર પ્લાન નથી.વાસ્તવમાં મોટા ઉદ્યોગો રાજકારણીઓ સાથેની મિલીભગતમાં બૅન્કો પાસેથી અબજો રૃપિયાની લોન લઈને ફંડને બીજે ડાયવર્ટ કરીને બૅન્કની એનપીએ વધારી રહ્યા છે. બૅન્ક તેમની મોર્ટગેજ મિલકતને એટેચ કરવા જાય ત્યારે રાજકારણીઓ તેમાં અવરોધરૃપ બની રહ્યા છે. તેમ જ તેમની બાકી લોન ઓછી રકમે એનસીએલટી-નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલમાં મંજૂર થઈ જાય તેવા પ્રયાસો કરે છે.

Gujarat Government Advertisement

Related posts

સંબંધોની હત્યા: જમીન વિવાદમાં પિતા સમાન મોટાભાઈએ કરી નાનાભાઈ ની હત્યા

Pritesh Mehta

Allopathy vs Ayurveda / સુપ્રીમ કોર્ટના શરણે બાબા રામદેવ, તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ

Zainul Ansari

6-1નોટિસ કે સહાય વગર જ શરૂ થયું HPCLની પાઈપલાઈનનું કામ, ખેડૂતો થયા પરેશાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!