GSTV
Gujarat Government Advertisement

શું તમારા રૂપિયા બેંકોમાં સલામત નથી? કારણ કે, દિવસે ને દિવસે આ આંકડો વધી રહ્યો છે

Last Updated on August 20, 2018 by

દેશમાં સૌથી વધુ હાલત ખરાબ હોય તો બેંકોની છે. બેંકોનું NPA દિન-પ્રતિદિન વધી રહ્યું છે. મોદી સરકારના અાપ ભલે ગુણગાન ગાતા હોવ પણ અા વાસ્તવિકતાને નજર અંદાજ કરી તો બેંકો તો ડૂબશે તમને પણ ડૂબાડશે. અે સ્થિતિ હાલમાં ભારતીય બેંકોની છે. મોદી સરકાર અેનપીઅે નાથવા ભલે કમરકસી રહી હોય પણ તેમના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા છે. મોદી સરકારમાં અેનપીઅેમાં ઘટાડો થવાની કોઈ ઉમ્મીદ નથી કારણ કે સૌથી વધુ અેનપીઅે મોદી સરકારમાં વધી છે. 21 સાર્વજનિક બેંકો જબરજસ્ત નુક્સાનમાં છે. જેને અાપણે દેશની ટોપની બેન્કો ગણીઅે છે તે તમામનો અા અેનપીઅેમાં સમાવેશ છે. અેક વર્ષની અંદર નુક્સાન 50 ગણું વધ્યું છે. ગત વર્ષે  રૂપિયા 507 કરોડનું નુક્સાન બેંકોને અા વર્ષે વધીને 16,600 કરોડ રૂપિયાઅે પહોંચ્યું છે. અા અાંકે બેંન્કિગ સેક્ટરને મહામુસિબતમાં મૂકી દીધી છે. મોદી સરકાર ભલે અેનપીઅે અોછું કરવાના દાવાઅો કરી રહી છે. ખરેખર  વાસ્તવિકતા અે છે કે, બેંકોનું અેનપીઅે ઘટવાને બદલે વધી રહ્યું છે. અા વર્ષે પણ બેંકોનું અેનપીઅે વધ્યું છે. તમારા પૈસા બેંન્કો અાડેધડ લોનો અાપીને વેડફી રહી છે. જેની રિકવરી થઈ રહી નથી. બેંકો તો ડૂબશે પણ તમારા પૈસા પણ ડૂબી રહ્યાં છે.

રાજન પાસે મદદની અપેક્ષા

દેશમાં બેંકોનું અેનપીઅે 7.1 લાખ કરોડ રૂપિયાથી વધીને 8.5 લાખ કરોડ રૂપિયાઅે પહોંચી ગયું છે. અેક જ વર્ષમાં 19 ટકાનો વધારો થયો છે. વધારેમાં વધારે 51,500 કરોડના અેનપીઅેની જોગવાઈ છે. જે સામે અાંક અનેકગણો છે. બેંકીગ સેક્ટરના નિષ્ણાતો પાસે અા બાબતે કોઈ તોડ નથી. હવે સંસદિય સમિતી રઘુરામ રાજનને અા બાબતને સોંપવા માગી રહી છે. અા બાબતે રાજનને અેક પત્ર પણ લખાયો છે. રીઝર્વબેન્કના ચેરમેનને મોદી સરકારે અપમાનિત કરી રવાના કર્યા હવે તેમની પાસે મદદની ભીખ મંગાઈ રહી છે.

મોદી સરકારમાં સૌથી વધુ NPA

અેનપીઅે અોછું કરવા માટે સરકારે દેશની 22 સાર્વજનિક બેંકો, 19 ખાનગી બેંકો અેલઅાઇસી, હુડકો, પીઅેફસી. અારઇસી સહિત 12 પ્રમુખ સંસ્થાનોઅે અેક સમજૂતી કરી અા અેનપીઅે ઘટાડો કરવાનો પ્રયાસ કર્યો છે. જેમાં મોટી સફળતા મળે તેવી સંભાવના ઘણી અોછી છે. મોદી સરકાર અેનપીઅે માટે મનમોહન સરકારને જવાબદાર ઠેરવી રહી છે. અહી કેટલીક વિગતો છે જે અાપનો ભ્રમ તોડી નાખશે. દેશમાં અેનપીઅેનો અાંક વધીને 8.45,475 કરોડ રૂપિયાઅે પહોંચી ગયો છે. જે માર્ચ 2014 સુધીમાં 2,16,739 કરોડ રૂપિયા હતો. રાજ્ય નાણામંત્રી અે રાજયસભામાં અેક લેખિત પ્રશ્નમાં જવાબ અાપતાં જણાવ્યું છે કે, 26 બેંકોનું અેનપીઅે વધી રહ્યું છે. છેલ્લાં 4 વર્ષમાં પ્રમુખ બેંકોનું અેનપીઅે 4 ગણું વધ્યું છે. ભારતીય સ્ટેટ બેંકનું અેનપીઅે સૌથી વધારે રેકોર્ડ સ્તરે 2,16,228 કરોડ રૂપિયાઅે પહોંચ્યું છે. માર્ચ 2014 સુધી અા અાંક 57,819 કરોડ રૂપિયા હતો. પંજાબ નેશનલ બેંકનું અેનપીઅે પણ 83,897 કરોડ રૂપિયાઅે પહોંચ્યું છે. જે માર્ચ 2014 સુધીમાં 18,611 કરોડ રૂપિયા હતું.

 બેંક અોફ ઇન્ડિયામાં માર્ચ 2014 સુધીમાં બેંકનું અેનપીઅે 10,274 કરોડ રૂપિયા સામે હાલમાં વધીને 51,086 કરોડ રૂપિયાઅે પહોંચ્યું છે. બેંક અોફ બરોડાનું અેનપીઅે પણ વધીને 9,894 કરોડ રૂપિયાથી વધીને 48,189 કરોડ રૂપિયાઅે પહોંચ્યું છે. કેનેરા બેંકોમાં અેનપીઅે 7,371 કરોડ રૂપિયાથી વધીને 44,432 કરોડ રૂપિયાઅે પહોંચી છે.

રિઝર્વ બેન્કે 200 મોટા ખાતાઅોની તપાસ શરૂ કરી

રિઝર્વ બેન્કે 200 મોટા ખાતાઅોની તપાસ શરૂ કરી છે. અારબીઅાઈ પણ જાણવા માદે છે. બેંકોઅે અેનપીઅે માટે જે જોગવાઈઅો કરી છે તે પૂરતી છે કે નહીં.અારબીઅાઈની તપાસમાં વીડિયોકોન અને જેઅેસપીઅેલ પણ સામેલ છે. બેંકિંગ સિસ્ટમમાં 10.03 લાખ કરોડ રૂપિયા અેનપીઅે હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. વર્ષ 2018માં બેંકોઅે જે લોનો અાપી છે તેમાં 11.2 ટકા અેનપીઅે થયું છે. ગત વર્ષે અા 9.5 ટકા હતું. બેંકો અા તમામ બાબતો હાલમાં છૂપાવી રહી છે.  જેમાં અેક્સિસ બેંક, બેંક અોફ ઇન્ડિયા અને યસ બેંકનો પણ સમાવેશ છે. જેઅો અા બાબતોને દબાવી રહી છે.

Gujarat Government Advertisement

Related posts

દિલ્હી: મનીષ સિસોદિયાનો નહિ આવે ગુજરાત, ટ્વીટ કરીને આપ્યું આ કારણ

Pritesh Mehta

હોમ ડિલિવરી સ્કીમ પર ઘર્ષણ: કેન્દ્રના મુદ્દાઓને હાસ્યાસ્પદ ગણાવતા દિલ્હી સીએમ

Pritesh Mehta

આકાશમાંથી વરસ્યું મોત: ઇથોપિયાના તિગ્રેમાં ભરચક બજારમાં એરસ્ટ્રાઇક, 80થી વધુ લોકોના મોત

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!