માથામાં ટાલ છે તો ચિંતા ના કરો, આધુનિક છોકરીઓ હવે કંઈ હટકે વિચારી રહી છે

હવે તે જમાનો નથી રહ્યો કે જયારે છોકરીઓ લગ્ન માટે માથા પર સુંદર અને ભરાવદાર વાળ હોય તેવા છોકરાઓ જ પસંદ કરતી હતી. પણ, સમય બદલવાની સાથે અને આધુનિક જમાનામાં વિચારો બદલાવાની સાથે છોકરીઓ હવે કંઈ હટકે વિચારી રહી છે.

છોકરીઓને ટાલિયા છોકરાઓ પસંદ છે

હવે તો છોકરીઓ ટાલિયા પુરુષોના પ્રેમમાં પણ પડે છે, ટાલિયા છોકરાઓની સાથે ડેટ કરે છે અને લગ્ન પણ કરે છે. તો ચાલો જાણીએ કે છોકરીઓ કેમ હવે ટાલિયા પુરુષોના પ્રેમમાં પડી રહી છે? જે છોકરાઓને ટાલ પડી ગઈ હોય અથવા તો તેમના માથાના વાળ ખરી રહ્યા હોય તો તેઓ ચિંતા અનુભવતા હોય છે કે શું તેમનો કોઈ છોકરી સાથે મેળ પડશે કે નહીં? પણ હવે એ વિષય અંગે ચિંતા કરવા જેવું કશું જ નથી કારણકે આધુનિક જમાનામાં છોકરીઓને ટાલિયા છોકરાઓ પસંદ છે, અને તેમની સાથે ડેટ પણ કરતી જોવા મળી રહી છે.

ટાલિયા પુરુષો વધુ શકિતશાળી અને મજબૂત 

હાલમાં જ એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે છોકરીઓને લાંબા વાળ ધરાવતા છોકરાઓ કરતા સંપૂર્ણ ટાલવાળા છોકરાઓ વધુ પસંદ આવે છે, કારણકે છોકરીઓનું માનવું છે કે ટાલિયા પુરુષો વધુ શકિતશાળી અને મજબૂત દેખાતા હોય છે. આવા ટાલવાળા છોકરાઓ ભીડમાં પણ અલગ દેખાઈ આવે છે. સાથે જ અન્ય છોકરાઓની સરખામણીમાં વધુ આકર્ષક લાગે છે.

જો તમારે ટાલ છે અથવા તો માથા પર ઓછા વાળ હોય તો ખાસ તમે તમારી દાઢી વધારવા પર ધ્યાન આપો. કારણકે દાઢી વધારવાથી તમે અલગ જ દેખાશો અને ઘણી છોકરીઓને ટાલ ધરાવતા પણ સાથે જ દાઢીવાળા છોકરાઓ વધુ પસંદ આવે છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter