GSTV

Spicejet પોતાના યાત્રીઓને આપી રહ્યું છે ફ્રીમાં ફરવાનો મોકો! અહીં જાણો શું છે કંપનીની ઓફર

લો કોસ્ટ એરલાઈન્સ સ્પાઈસજેટ (Spicejet) પોતાના યાત્રીઓને ફ્રિમાં ફરવાનો મોકો આપી રહ્યું છે. હકીકતે Spicejet એક નવી ઓફર લઈને આવ્યું છે. જેમાં ફ્લાઈટ ટિકિટના પુરા પૈસા પાછા મળી શકે છે. સ્પાઈસજેટના ઓફર હેઠળ તમે જેટલી ટિકિટ બુક કરાવશો તે પુરા પૈસા તમને સ્ટાઈલકેશ (StyleCash) ની રીતે પાછા મળી જશે. 

30 સપ્ટેમ્બર સુધી વેલિડ છે ઓફર

સ્ટાઈલકેશ સ્પાઈસજેટની ઓનલાઈન શોપિંગ વેબસાઈટ સ્પાઈસસ્ટાઈલ ડોટ કોમથી શોપિંગના સમયે કામ આવે છે. ટિકિટના પૈસા કંપની spicestyle.com એકાઉન્ટમાં આપશે જેને તમે પછીથી વેબસાઈટથી ઓનલાઈન શોપિંગ માટે ઉપયોગમાં લઈ શકો છો. આ ઓફર 30 સપ્ટેમ્બર 2019 સુધી વેલિડ છે.

જાણો નિયમ અને શરતો

તમે જેટલાની ટિકિટ બુક કરાવી છે, તેના ફક્ત 30 ટકા જ એક વખતમાં શોપિંગ સમયે ઉપયોગ કરી શકાશે. સાથે જ આ શોપિંગ બાદ શોપિંગ કોર્ટ વેલ્યુમાંથી ઘટાડવામાં આવશે. કોઈ પણ ઈ કોમર્સ વેબસાઈટમાં તમે જે પણ સામાનને ખરીદવા માટે સિલેક્ટ કરો છો તે તમારા શોપિંગ કોર્ટમાં એકઠા થઈ જાય છે. ત્યાર બાદ જે સામાનને ન ખરીદવા માંગો તેને પોતાના શોપિંગ કાર્ટમાંથી હટાવી શકો છો.

આ ઓફરના ઉપયોગ માટે કમ સે કમ 1999 રૂપિયાની શોપિંગ કરવી પડશે. ટિકિટ અમાઉન્ટનું મેક્સિનન કેશબેક 5,000 રૂપિયા હશે. ટિકિટ બુક કરવા માટે 3 મહિનાની અંદર જ ઓફરનો ફાયદો ઉઠાવી શકાય છે. આ ઓફરના ઉપયોગ સમયે કોઈ પણ કુપન કુપન કોડ કે ડિસ્કાઉન્ટ ઓફરનો ઉપયોગ ન કરી શકાય.

Read Also

Related posts

પાકિસ્તાનમાં તબાહી મચાવી શકે છે Corona, કારણ જાણી ચોંકી ઉઠશો

Arohi

દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા 328 કેસ નોંધાયા, આરોગ્ય મંત્રાલય

Nilesh Jethva

દર્દીઓના નાકમાં ટ્યૂબ નાખીને ફેફસાંમાં ઓક્સિજન પહોંચાડશે, નવી ટેકનોલોજી Coronaથી બચાવશે

Arohi
Do NOT follow this link or you will be banned from the site!