GSTV

બદલાવ/ હવે સંપૂર્ણ રીતે બદલાઇ જશે તમારુ ડ્રાઇવિંગ લાઇસન્સ, જાણો શું થશે ફેરફાર

લાઇસન્સ

Last Updated on October 13, 2021 by Bansari

દિલ્હી પરિવહન વિભાગે (Transport Department) લોકો માટે મોટો નિર્ણય લીધો છે. સરકાર ટૂંક સમયમાં ડ્રાઇવિંગ લાઇસન્સ (DL) અને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC) માટે ક્યૂઆર કોડ (QR Code) આધારિત સ્માર્ટ કાર્ડ લોન્ચ કરશે. આ નવા ડ્રાઇવિંગ લાઇસન્સમાં ક્વિક રિસ્પોન્સ કોડ અને નિયર ફિલ્ડ કોમ્યુનિકેશન (NFC) જેવી સુવિધાઓ સાથે અદ્યતન માઇક્રોચિપ હશે.

તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ બદલાશે!

તમને જણાવી દઈએ કે આ નવા રજિસ્ટ્રેશન સર્ટિફિકેટના આગળના ભાગમાં માલિકનું નામ છાપવામાં આવશે. તે જ સમયે, માઇક્રોચિપ અને ક્યૂઆર કોડ કાર્ડની પાછળ એમ્બેડ કરવામાં આવશે. જણાવી દઇએ કે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH) એ ડ્રાઇવિંગ લાઇસન્સ અને રજીસ્ટ્રેશન સર્ટિફિકેટમાં ફેરફાર માટે ઓક્ટોબર 2018 માં જાહેરનામું બહાર પાડ્યું હતું.

લાઇસન્સ

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે તે જ સમયે ડિજીલોકર્સ પર ઇલેક્ટ્રોનિક ફોર્મેટમાં ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ જેવા દસ્તાવેજોને પણ ભૌતિક દસ્તાવેજોની જગ્યાએ કાયદેસર બનાવી દીધા હતા અને મૂળ દસ્તાવેજો સમાન ગણવામાં આવ્યા. નવા સ્માર્ટ કાર્ડ આધારિત DL અને RC માં ચિપ આધારિત / QR કોડ આધારિત ઓળખ સિસ્ટમ હશે.

આ નવા DLમાં શું ખાસ છે?

ડીએલ કાર્ડ્સમાં પહેલા પણ ચિપ હતી, પરંતુ ચિપમાં કોડેડ ડિટેલ્સ વાંચવી મુશ્કેલ હતી. આ સાથે દિલ્હી ટ્રાફિક પોલીસ અને ટ્રાન્સપોર્ટ વિભાગની એન્ફોર્સમેન્ટ વિંગ બંને પાસે જરૂરી માત્રામાં ચિપ રીડર મશીનોનો નહતા. આવી સ્થિતિમાં ચિપ્સ વાંચવી મુશ્કેલ હતી. હવે QR આધારિત સ્માર્ટ કાર્ડ સાથે આવી કોઈ સમસ્યા નહીં થાય.

લાઇસન્સ

QR ને ઘણા ફાયદા થશે

QR આધારિત નવું સ્માર્ટ કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ અને વ્હીકલ રજીસ્ટ્રેશન સંબંધિત તમામ માહિતીને વેબ આધારિત ડેટાબેઝ- સારથી અને વાહન સાથે જોડવામાં અને એકીકૃત કરવામાં મદદ કરશે. આ ઉપરાંત, સમગ્ર દેશમાં QR લાગુ કરવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે QR કોડ રીડર મેળવવાની સરળતાને કારણે, કાર્ડમાં સ્ટોર ડિટેલ્સ સરળતાથી રીડ કરી શકાય છે. આ નવા કાર્ડ પોલિવિનાઇલ ક્લોરાઇડ અથવા પીવીસી અથવા પોલીકાર્બોનેટના બનેલા હશે, જેના કારણે તે ખરાબ નહીં થાય. કાર્ડનું કદ 85.6 mm x 54.02 mm અને જાડાઈ ન્યૂનતમ 0.7 mm હશે.

નવું DL કેવી રીતે કામ કરશે?

સ્માર્ટ કાર્ડ પર QR કોડ સુરક્ષાના દૃષ્ટિકોણથી પણ સારો છે. ડ્રાઈવર/માલિકનું સ્માર્ટ કાર્ડ જપ્ત થતા જ DL ધારકના દંડ સાથે સંબંધિત અને અન્ય માહિતી 10 વર્ષ સુધી વિભાગના વાહન ડેટાબેઝ પર ઓટોમેટિકલી સ્ટોર થઈ જશે. એટલું જ નહીં, નવા DL સરકારને વિકલાંગ ડ્રાઈવરોનો રેકોર્ડ, વાહનોમાં કરવામાં આવેલા કોઈપણ ફેરફાર, ઉત્સર્જન ધોરણો અને અંગ દાન માટે વ્યક્તિની ઘોષણાના રેકોર્ડને જાળવી રાખવામાં પણ મદદ કરશે.

Read Also

Related posts

ખુશખબર / સરકારે ફરી શરૂ કરી છે રાશનકાર્ડ ધારકોને મફતમા અનાજ આપવાની યોજના, જાણો કેવી રીતે મળશે આ યોજનાનો લાભ…?

Zainul Ansari

Sarkari Naukri 2021 / સબ-ઇન્સ્પેક્ટરની 800 જગ્યાઓ માટે મંગાવવામાં આવી અરજીઓ, અહીં વાંચો વિગતો

Vishvesh Dave

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા / ટપ્પુ અને બબીતાજી એકબીજાના હાથોમાં હાથ નાંખી જોવા મળ્યા, ફરી બંનેના અફેરની ચર્ચા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!