હવે તમને સરકસમાં કોઈ પણ પ્રકારનાં પ્રાણીઓ જોવા નહીં મળે, સરકારનો આદેશ

સરકસમાં જાનવરો તો બધાએ જોયા જ હશે અને જાનવરોની મસ્તી પણ જોઈને એટલી જ મજા માણી હશે. પરંતુ હવે કેન્દ્ર સરકાર એક નિયમ લાવવાની છે કે જેમાં સરકસમાં પ્રાણીઓનાં ઉપયોગ પર પ્રતિબંધ હશે. આ નિયમ પછી તમને કોઈ પણ સરકસમાં એક પણ પ્રાણી જોવા નહીં મળે. પહેલેથી જ વાઘ જેવા પ્રાણી પર તો પ્રતિબંધ હતો પણ હવે ઘોડા, હાથી અને કુતરા પણ પર પ્રતિબંધ થશે અને કોઈપણ પ્રાણીઓનો ઉપયોગ નહીં કરી શકાય.

આ નિયમ બનાવવા પાછળ લાંબા સમયથી પ્રાણી કાર્યકર્તાઓની માંગ હતી. કેમ કે સરકસમાં પ્રાણીઓનાં ઉપયોગથી તેમની સાથે દુરાચાર થતો હતો અને તેમને એક નાના સ્થળે જ રહેવા મજબુર થવું પડતું. સાથે જ તેમને પીડા પણ સહન કરવી પડતી. અને તે પોતાના કુદરતી વલણને ભૂલી જાય છે. આ કાયદે બનવાથી તે પ્રાણીઓને રાહત મળશે. તેમજ સર્કસનો ધંધો મર્યાદિત થશે અને માત્ર મનુષ્ય જ પરફોર્મ કરશે. જેના કારણે તેની લોકપ્રિયતામાં ઘટાડો થશે.

પાછળનાં કેટલાક વર્ષોમાં સરકસસ જોનારા લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે. ટ્રૅપીજ કલાકાર, જોકર અને કાર્ટૂનિસ્ટ એક મરતો જતો વ્યવસાય બની ગયો છે. પ્રાણી પ્રદર્શન સંશોધન કાયદો, 2018નાં બીલ મુજબ, કોઈપણ પ્રાણીને સરકસમાં કે પછી કોઈ પણ પ્રકારનાં પર્ફોર્મન્સ અથવા પ્રદર્શન તેમજ મોબાઇલ મનોરંજન માટે પણ ઉપયોગ કરી શકાતો નથી. દ પીપલ્સ ફોર એનિમલ્સ (પીએફએ)ના કાર્યકરતાં ગૌરી મૌલેખીએ જણાવ્યું હતું કે સરકસમાં પ્રાણીઓ પાસેથી અનૌપચારિક પર્ફોમન્સ કરવામાં આવે છે અને ઘણી વાર નોટિસ આપવા છતાં કોઈ અસર થતી નથી.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter