GSTV
Home » News » ‘હવે તમારે મારા આ ડિપાર્ટમેન્ટને પૈસા દેવા નહીં પડે, સીએમ રૂપાણીએ ફરી વાંટ્યો ભાંગરો

‘હવે તમારે મારા આ ડિપાર્ટમેન્ટને પૈસા દેવા નહીં પડે, સીએમ રૂપાણીએ ફરી વાંટ્યો ભાંગરો

રાજ્યમાં સૌથી વધુ મહેસૂલ વિભાગમાં ભ્રષ્ટાચાર થતો હોવાનું વિધાન કરી વિવાદમાં ફસાઈ ગયેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોરબંદરમાં આશ્ચર્યજનક અને ફરી વિવાદ સર્જે તેવું વિધાન કર્યું હતું કે ‘હવે તમારે પોલીસને પૈસા દેવા નહીં પડે, મારી સરકારે હોટેલનાં સંચાલકોને પોલીસનું લાઈસન્સ લેવામાંથી મુક્તિ આપી છે’. 

ગુજરાતમાં ભાજપની સરકારમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી

મુખ્યમંત્રીની ઉપસ્થિતીમાં આજે પોરબંદર ખાતે ગરીબ કલ્યાણ મેળામાં દોઢ કરોડની સાધન સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ રૂા. ૧૧૯ કરોડનાં ખર્ચે ઉપલેટાથી રાણાવાવ સુધીની ૬૪ કિ.મી. લાંબી બલ્ક પાઈપ લાઈન યોજનાનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.  ગુજરાતમાં ભાજપની સરકારમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી છે, તેઓ દ્વારા આ પ્રકારે થતાં વિવાદાસ્પદ નિવેદનો તેમની કાર્યક્ષમતા ઉપર સવાલો ઉભા કરે છે. ગુજરાતમાં કોઈ પણ સરકારી વિભાગમાં  ભ્રષ્ટાચાર ચાલતો હોય તો તે નાબુદ કરવામાં શું  તેઓ સક્ષમ નથી કે આ પ્રકારનાં જાહેર નિવેદનો કરવા પડે છે. એવો પ્રશ્ન લોકોમાં પૂછાઈ રહ્યો છે. 

 હવે, મુખ્યમંત્રીએ પોલીસ વિભાગને આડકતરી રીતે ભ્રષ્ટ કહ્યો

મહેસૂલ વિભાગમાં ભ્રષ્ટાચારનાં નિવેદને ખાસ્સો હોબાળો મચાવ્યો હતો. મહેસૂલ વિભાગનાં અધિકારીઓ કર્મચારીઓએ વિરોધ પ્રદર્શનનો કરી મુખ્યમંત્રી વિધાનો પાછા ખેંચે તેવી માંગ કરી હતી. વિપક્ષ કોંગ્રેસે પણ વિરોધ પ્રદર્શનો કરી ગુજરાતની ભાજપ સરકારમાં ભ્રષ્ટ વહીવટ ચાલતો હોવાનો આક્ષેપ કરી મુખ્યમંત્રી રાજીનામુ આપે તેવી માંગ કરી હતી. હવે, મુખ્યમંત્રીએ પોલીસ વિભાગને આડકતરી રીતે ભ્રષ્ટ કહ્યો છે. આનાથી આગામી દિવસોમાં વિવાદ સર્જાય તો નવાઈ નહીં. 

પાઈપ લાઈનનું કામ માર્ચ સુધીમાં પૂર્ણ કરી દેવાશે

પોરબંદર જિ.નાં ૪ શહેરો અને ૮૪ ગામડાને આવરી લેતી બલ્ક પાઈપ લાઈન યોજનાનું કામ માર્ચ સુધીમાં પૂર્ણ કરી દેવાશે, પોરબંદર, છાંયાને ઉનાળામાં પાણીની અછત સામે સરકારે આગેતરૂ આયોજન કર્યું છે. સ્થાનિક લોકોમાં ઘટ પડે તે પહેલા નર્મદાનું પાણી રાણાવાવ શહેર સંલગ્ન જૂથ પાણી-પુરવઠા યોજનાનાં કામોને તેમજ પોરબંદર – છાંયા શહેરને પાણીની અધિક જરૂરિયાત સંતોષી શકશે તેમ  મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

કોંગ્રેસે સત્તાને મેવાનું  અમે સેવાનું સાધન બનાવ્યું 

મુખ્યમંત્રીએ કોંગ્રેસે ઉપર  આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, કોંગ્રેસે સત્તાને મેવા માટે માધ્યમ બનાવ્યું હતું. જ્યારે ભાજપે સેવાનું માધ્યમ બનાવ્યું છે. કોંગ્રેસે લોકોને ગેરમાર્ગે દોરીને ઘરનું ઘર અપાવવાનાં ખોટા ફોર્મ ભરાવ્યા હતાં. કોંગ્રેસના ધારાસભ્યએ ૪૦ લાખ રૂપિયા ભ્રષ્ટાચાર કરી કટકટાવ્યા હતાં તેથી જ કોર્ટ તેને જામીન આપતી નથી. સોનિયા – રાહુલ ગાંધી ઉપર પ્રહાર કરતા તેમણે કહ્યું  હતું કે, બંને નેશનલ હેરાલ્ડ કેસનાં આરોપી છે અને હાલ તેઓ જામીન મુક્ત છે. યુ.પી.એ.ની  મનમોહનસિંઘની સરકારે સોનિયા ગાંધીનાં ઈશારે અનેક કૌભાંડો આચર્યા છે, તેમ પણ ઉમેર્યું હતું. 

Related posts

અમદાવાદ : ભાજપ સંગઠનના પ્રમુખ અને મહામંત્રીની નિમણૂંક કરાય તે પહેલા જ બોલી બઘડાટી

Nilesh Jethva

પોલીસે ભત્રીજાને 500 રૂપિયાનો દંડ ફટકારતા કાકા થયા લાલઘુમ, કહ્યું, આગામી ચૂંટણીમાં જોઈ લેશું

Nilesh Jethva

આ સરકારી કચેરી રામભરોશે, એક પણ સીસીટીવી નહિ લગાવાતા સુરક્ષાના નામે મીંડુ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!