GSTV
Business Trending

ખુશખબર / રેલવેએ મુસાફરોને આપ્યા મોટા સમાચાર, હવે ચાલુ ટ્રેનમાં પણ મળશે કન્ફર્મ ટિકિટ

ટ્રેન

ભારતીય રેલવેએ વિશ્વનુ ચોથું સૌથી મોટું અને એશિયામાં બીજું સૌથી મોટું રેલ નેટવર્ક છે. અહીંયા દરરોજ લાખો લોકો ટ્રેનની મુસાફરી કરે છે. ભારતીય રેલવે મુસાફરોની સુવિધા માટે તેની સેવામાં સતત સુધારો કરી રહી છે. હાલમાં જ રેલવેએ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા કરોડો મુસાફરો માટે મોટા સમાચાર આપ્યા છે. હવે તમને ચાલતી ટ્રેનમાં પણ કન્ફર્મ સીટ મળશે. હવે તમારે સીટની ચિંતા કરવાની જરૂર નથી. આ માટે રેલવેએ નવી ટેકનોલોજી શરૂ કરી છે. ચાલો તમને તેના વિશે જણાવીએ.

ટ્રેન

ચાલતી ટ્રેનમાં મળશે કન્ફર્મ ટિકિટ

તમને જણાવી દઈએ કે આ ટેક્નોલોજીના ઉપયોગથી પેસેન્જર્સે વેઈટિંગ માટે કે RAC ટિકિટ કન્ફર્મ કરવા માટે કોઈપણ TTEના ચક્કર લગાવવા પડશે નહીં. આ સુવિધા રેલવેના હેન્ડ હોલ્ડિંગ ડિવાઇસ (HHT)ની મદદથી ઉપલબ્ધ થશે. આ મશીનોથી ખાલી બેઠકો રીઅલ ટાઇમ અપડેટ કરવામાં આવી રહી છે. જેનો સીધો ફાયદો મુસાફરોને મળી રહ્યો છે. આના ઉપયોગથી દરરોજ હજારો મુસાફરોની ટિકિટ કન્ફર્મ થઈ રહી છે.

વાસ્તવમાં, જો કોઈ મુસાફર કોઈ કારણોસર ટ્રેનમાં મુસાફરી ન કરે તો તેની સીટ ખાલી રહે છે. પહેલા ટીટીઈ આ ખાલી રહેલી સીટને વેઇટિંગમાં રહેલા વ્યક્તિને આપવામાં આવતી હતી. પરંતુ હવે ખાલી પડેલ સીટને માહિતી HHT ડિવાઇસમાં મળી છે. જો ટ્રેનમા કોઈપણ સીટ ખાલી હશે તો તેને વેઇટિંગ અથવા આરએસી પેસેન્જરને ફાળવવામાં આવશે. આનાથી મુસાફરોને ઘણી સુવિધા મળશે અને તેમને ચાલતી ટ્રેનમાં જ કન્ફર્મ મળશે.

ટ્રેન

ટ્રેનમાં આ પ્રકારની ટેકનોલોજી

તમને જણાવીએ દઈએ કે આ નવી ટેક્નોલોજી રેલવે દ્વારા ગયા મહિને શરુ કરી દેવામાં આવી હતી. HHT મશીન આઇપેડના જેવું છે. તેમાં મુસાફરોનો ચાર્ટ હોય છે. આ ચાર્ટ સતત અપડેટ થાય છે. તેની સાથે વેઇટિંગ, આરએસી અને કેન્સલ થયેલી સીટોની માહિતી અપડેટ થતી રહે છે. આ સુવિધા રેલવેના રિઝર્વેશન સિસ્ટમ સાથે જોડાયેલી છે. તેથી, તેના પર અપડેટ કરવામાં આવેલી માહિતી 100 ટકા સાચી છે.

Read Also

Related posts

તમે પણ ફેસ્ટિવ સિઝનમાં કરો છો ઓનલાઈન શોપિંગ? આ 4 વાતોને ધ્યાનમાં રાખીને કરો ખરીદી, નહીંતર થશે મોટું નુકસાન!

Hemal Vegda

બુધવારના દિવસે કરવામાં આવેલી ભૂલ પડી શકે છે ભારે, આર્થિક મુશ્કેલીઓથી ઘેરાઈ જશે જીવન

Damini Patel

વ્યક્તિએ ઓનલાઇન શોપિંગ કરીને મંગાવ્યો ફોન, પેકેટ ખોલતા જ તેમાંથી નીકળ્યા બટાકા

Damini Patel
GSTV