GSTV

હવે 9 કલાકની જગ્યાએ 8 કલાકનું જ કામ કરવાનું રહેશે, ઓવર ટાઈમ પર મળશે બે ગણો પગાર, આવતા વર્ષથી બદલાઈ જશે નિયમ

સેલરી

Last Updated on December 31, 2020 by Bansari

હવેથી કર્મચારીઓને 8 કલાકથી વધુ સમય કામ કરવા પર ઓવરટાઈમ આપવામાં આવે તે પ્રકારની તૈયારીઓ થઈ રહી છે.  સરકાર દ્વારા નવા શ્રમ કાયદાઓમાં ઉભી થયેલી શંકાઓને દૂર કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. વર્ષ 2019માં સરકરા દ્વારા વેતનના નવા કોડ પાસ કરવામાં આવ્યાં હતા. જેમાં કામના કલાકોને લઈને કહેવામાં આવ્યું હતું કે 8 કલાક કે 12 કલાક થશે. ત્યારથી ભ્રમની સ્થિતિ સર્જાઈ છે.

12 કલાક નહીં પરંતુ 8 કલાક થશે કામનો સમય

એક સમાચાર મુજબ સરકારી અધિકારીઓએ જણાવ્યું કે દૈનિક કામના 8 કલાકને લઈને જ વિચાર કરવામાં આવી રહ્યો છે અને તે બાદ ઓવરટાઈમ શરૂ કરવામાં આવશે અને ઓવર ટાઈમમાં કામદારને રેગ્યુલર પગારનાં ઓછામાં ઓછા બે ગણી હશે.એક અહેવાલ મુજબ  સરકારી અધિકારીઓ તરફથી આ સફાઈ એટલા માટે આપવામાં આવી રહી છે કારણ કે લોકોમાં એવો ભ્રમ હતો કે નવા કાયદામાં 12 કલાકનો સમય કરવામાં આવ્યો છે જેથી આ સફાઈ આપવામાં આવી છે.

કલાક

15 મિનિટ વધુ કરેલ કામનો પણ મળશે ઓવરટાઈમ

ફેકટરી એક્ટ મુજબ કંપની પોતાને ત્યાં કામ કરતા લોકો પાસે 9 કલાકથી વધુ કામ કરાવતી હોય છે અને તેના બદલામાં તેમને ઓવરટાઈમ પણ આપવામાં આવતો નથી.  કારણ કે હાલમાં જે પ્રકારે વ્યવસ્થા છે તે મુજબ જોઈએ તો કામદારે પોતાના કામના કલાકો ઉપરાંત વધુ 30 મિનિટ કરેલા કામના સમયને ઓવરટાઈમ માનવામાં આવતો ન હતો. પરંતુ નવા શ્રમના નિયમો મુજબ હવેથી 15 મિનિટ થી 30 મિનિટનો સમય અડધો કલાકનો માનવામાં આવશે એટલે કે પોતાના કામના કલાકો પુરા થયા પછી જો કોઈ વ્યક્તિ 15 મિનિટથી વધુ સમય આપે તો તેને 30 મિનિટનો ઓવર ટાઈમ આપવામાં આવશે.

પહેલા 12 કલાક કામ કરવા અંગે જણાવાયું હતું

પરંતુ ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે નવેમ્બર-2020માં લેબર મિનિસ્ટ્રી દ્વારા આપવામાં આવેલા ડ્રાફ્ટના નિયમોમાં જણાવવામાં આવ્યું હતું કે કામકાજના કલાકોમાં વધારો કરીને 12 કલાકનો કરવામાં આવી શકે છે. હાલમાં નિયમ પ્રમાણે 9 કલાક કામકાજનો સમય નક્કી કરવામાં આવ્યો છે. સરકાર આ નિયમ એટલા માટે લાવી છે કારણ કે કેટલાક શ્રમ નિયમો પર સ્થિતિ સ્પષ્ટ નથી અને તેને લઈને ભ્રમ ફેલાય તેવી સ્થિતિ બની રહે છે.  

કલાક

કર્માચારીને સમય પર વેતન આપવું

નવા વેતન કાયદો ઓગસ્ટ-2019માં પાસ કરવામાં આવ્યો હતો. જે 1 એપ્રિલ,2021 થી લાગુ કરવામાં આવી શકે છે. આ કાયદામાં વેતન, બોનસને લઈને ચાર પ્રકારનાં નિયમો નક્કી કરવામાં આવ્યાં છે. જેનું નામ છે Payment of Wages Act, 1936, Minimum Wages Act, 1948, Payment of Bonus Act, 1965 અને Equal Remuneration Act, 1976. નવા વેતનના નિયમોમાં એ વાતને પણ અગ્રતા ક્રમ આપવામાં આવ્યો છે કે કર્મચારીને યોગ્ય સમય પર વેતન મળે.

Read Also

Related posts

મુર્ખામીની હદ છે/ ચેલેન્જના ચક્કરમાં યુવકે ડિયોડ્રેંટ સાથે કર્યો એવો ખેલ, ફ્રીઝ થઇ ગયા નિપ્પલ

Bansari

Amazon ફરી વિવાદમાં/ તિરંગા વાળી ટી-શર્ટ અને જૂતા વેચવાના આરોપમાં જોરદાર વિરોધ, Twitter પર બૉયકૉટ કેમ્પેન થયુ ટ્રેન્ડ

Bansari

કામની વાત/ ગીઝર અને હીટર યુઝ કર્યા બાદ પણ ઓછુ આવશે વીજળીનું બિલ, બસ કરી લો આ 2 કામ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!