GSTV
Gujarat Government Advertisement

ટેક્નિક / હવે હેકર્સ અને સ્કેમર્સથી તમારા મોબાઇલ ફોનને રાખો આ રીતે સુરક્ષિત, બસ કરવું પડશે આ કામ

Last Updated on June 10, 2021 by Dhruv Brahmbhatt

એન્ડ્રોઇડ સ્માર્ટફોનનો ઉપયોગ સમગ્ર વિશ્વમાં સૌથી વધારે કરવામાં આવે છે, તેને ધ્યાને રાખતા સ્કૈમર, હેકર્સ અને વાયરસનો ખતરો સૌથી વધારે એન્ડ્રોઇડ યુઝરને જ હોય છે. ગુગલએ એન્ડ્રોઇડને ઉત્તમ બનાવવા માટે સમય-સમય પર પોતાની પ્રાઇવસી એન્ડ પ્રોટેક્શન સેટિંગમાં અપડેટ કરેલ છે, પરંતુ મોટા ભાગે એન્ડ્રોઇડ યુઝર્સને આ અંગે કોઇ જ જાણકારી નથી હોતી. તમે તમારા ફોનમાં નાનો ફેરફાર કરવા પોતાના પર્સનલ અને ફાઇનાન્શિયલ ડેટાને સુરક્ષા પ્રદાન કરી શકો છો. તમને જણાવી દઇએ કે, એન્ડ્રોઇડ ફોનમાં સુરક્ષાને વધારે બેસ્ટ બનાવવા માટે શું ફેરફાર કરવાની જરૂરિયાત છે.

hackers

ફોનની તમામ એપની તપાસ કરો

સમય-સમય પર પોતાના સ્માર્ટફોનની એપ્સને ખાસ ચેક કરવાની જરૂર છે. અનેક વખત APK એપ તમારા ફોનમાં ડાઉનલોડ થઇ જાય છે કે જેનો યુઝરને પણ ખ્યાલ નથી હોતો. અનેક વખત spyware, malware અને adware તમારા ફોનના બેકગ્રાઉન્ડમાં કામ કરતું રહે છે, જે તમારા ફોનનો ડેટા પણ લઇ શકે છે. તે તમારા ફોનના હોમ સ્ક્રીન પર સતત નજર રાખે છે.

પરમિશન મેનેજરને ચેક કરો

સેટિંગ્સમાં પરમિશન મેનેજરમાં જઇને તમામ એપને જરૂરથી ચેક કરો. તમામ એપ ઇન્સ્ટોલના સમયે તમારા કેમેરા, કોલ, માઇક્રોફોન, સેન્સર, કોન્ટેક્ટ, ફોન અને ફાઇલ્સ એન્ડ મીડિયાની પરવાનગી લે છે. અહીં એટલી બાબત ધ્યાનમાં રાખવા જેવી છે કે, તમામ એપનો ઉપયોગ કરતી વેળાએ તમારે આ તમામ પરમિશનની જરૂરિયાત નથી હોતી. તમે આ એપ સેટિંગમાં જઇને ask every time અથવા deny વિકલ્પને પણ પસંદ કરી શકો છો.

google-play-store

માત્ર ગુગલ પ્લે દ્વારા જ એપને ડાઉનલોડ કરો

કોઇ પણ લિંક પર ક્લિક કરીને કોઇ પણ એપ ડાયરેક્ટ ડાઉનલોડ ન કરો. એપ ડાઉનલોડ કરવા માટે માત્ર ગૂગલ પ્લે સ્ટોરનો જ ઉપયોગ કરો. તમારા ફોનની સિક્યોરિટી સેટિંગમાં જઇને ગુગલ પ્લે પ્રોટેક્ટને ઓન કરો અને સમય-સમય પર તેને સ્કેન કરતા રહો.

hackers

અજાણી એપને ઇન્સ્ટોલ ના કરો

ફોનના સેટિંગ્સમાં જઇને અજાણી એટલે કે થર્ડ પાર્ટીની એપને બંધ કરી દો. તેને બંધ કરવાથી અજાણી એપ તમારા ફોનમાં કોઇની પણ પરવાનગી વગર ડાઉનલોડ નહીં થાય.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

સાવધાન / ફ્રીમાં ઇન્ટરનેટ વાપરવાની લાલચ ભારે પડી શકે છે, પબ્લિક વાઇફાઇનો ઉપયોગ કરતા સમયે રહો અલર્ટ

Zainul Ansari

ક્વાડ સમૂહ/ બાંગ્લાદેશમાં અમેરિકાથી એક ફોન આવતાં ફફડી ગયું ચીન, વિરોધીઓથી ઘેરાયેલું ચીન હવે ધમકી પર ઉતરી આવ્યું

Harshad Patel

જુના સિક્કા / જો તમારી પાસે છે આ સિક્કો તો તમે ઘરે બેઠા કમાઈ શકો છો 5 લાખ રૂપિયા, જાણો રીત

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!