ફોનપે દ્વારા દૂધ-દહીની ચૂકવણી કરો, 50 રૂપિયાનું કેશબેક મેળવો

ડિજિટલ ચૂકવણી પ્લેટફોર્મ ફોનપેએ દૂધ અને દૂધના ઉત્પાદનોનું વ્યાપાર કરનારી કંપની મધર ડેરીની સાથે ભાગીદારી કરી છે. આ ભાગીદારી બાદ મધર ડેરીના બૂથ સંચાલક યૂપીઆઈ દ્વારા ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડથી પણ ચૂકવણી કરવામાં સક્ષમ થઈ શકે છે. ફોનપેએ રવિવારે જાહેર કરેલા એક નિવેદનમાં કહ્યું કે મધર ડેરી આઉટલેટ પર ગ્રાહક ફોનપેના માધ્યમથી ચૂકવણી કરવા માટે યૂપીઆઈની સાથે પોતાનું ક્રેડિટ અને ડેબિટ કાર્ડનો પ્રયોગ પણ કરી શકે છે.

સીધા બેંક ખાતા સાથે ચૂકવણી કરી શકે છે ગ્રાહક

ફોનપેના ઑફલાઈન સંગઠિત વ્યવસાયના પ્રમુખ યુવરાજ સિંહ શેખાવતે કહ્યું કે યૂપીઆઈનો ઝડપીથી વિકાસ અને સ્વીકૃતિમાં મધર ડેરીની સાથે ભાગીદારી એક મોટી સાક્ષી સાબિત થઈ છે. યૂપીઆઈએ વ્યાવસાયિક કાર્યોમાં પારંપરિક ચૂકવણીને ડિજિટલ બનાવીને સુવિધાનજક અને ઝડપી બનાવી છે, જ્યાં ઉપયોગ કરનાર સીધા પોતાના બેંક ખાતાનો ઉપયોગ કરી દરરોજની ખરીદી માટે ચૂકવણી કરી શકે છે.

1200થી વધુ બૂથો પર મળશે સુવિધા

મધર ડેરી ફ્રૂટ એન્ડ વેજીટેબલના દૂધ કારોબારના પ્રમુખ સંદીપ ઘોષે કહ્યું કે, દિલ્હી એનસીઆરમાં મધર ડેરી આઉટલેટ ગ્રાહકોને તેની દૈનિક જરૂરિયાતોની સુવિધા પ્રદાન કરવા માટે ઓળખવામાં આવે છે અને ફોનપે જેવી ડિજિટલ ચૂકવણી સમાધાનની તૈયારીએ તેના ગ્રાહકોને મધર ડેરી અને સફલના 1200થી વધુ બૂથો પર સુવિધાજનક અને પરેશાનીમુક્ત ચૂકવણીની પદ્ધતિ કરવામાં સહાયતા કરી છે. શેખાવતે કહ્યું કે ફોનપે તરફથી લોન્ચ ઑફરના રૂપમાં મધર ડેરી બૂથ પર પહેલા લેવડ-દેવડ પર સીધા 50 ટકા કેશબેક જે મોટાભાગે 50 રૂપિયા સુધી અને ત્યારબાદની બધી લેવડ-દેવડ પર 10 રૂપિયા સુધી કેશબેક પણ અપાઈ રહી છે. આ ઑફર હવે નાગપુર, નોએડા, ગ્રેટર નોએડા, ગાજીયાબાદ, ગુડગાંવ, ફરીદાબાદ અને દિલ્હી-એનસીઆરમાં ઉપલબ્ધ છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter