GSTV

ટ્રાફિકના નિયમનો ભંગ કર્યા તો મર્યા સમજો, ઈ-મેમો નથી મળ્યો એનું પણ બહાનું નહીં ચાલે

Last Updated on August 4, 2019 by

હવે ટ્રાફિકના નિયમનો ભંગ કરી તમે બચી શકશો નહીં. તથા એવું પણ કહી શકશો નહીં ઈ-મેમો મળ્યો નથી. નિયમો ભંગ કરનાર અલગ અલગ દંડ ઈ-મેમો દ્વારા આપવામાં આવે છે. જેમ કે હેલ્મેટ નહીં પહેરનાર વાહનચાલક સામે પ્રથમ વખત ઈ-ચલણ જનરેટ થાય ત્યારે તે વ્યક્તિએ રૂ.૧૦૦નો દંડ ભરવાનો રહે છે અને બીજી વાર એ જ નિયમનો ભંગ કરનારને રૂ.૩૦૦ દંડ ભરવો પડે છે.

ઈ-મેમો જનરેટ થયા પછી પોલીસ મારફત વાહન માલિકને એ ચલણ પ્રાપ્ત થાય છે. પરંતુ પોલીસ અને પોસ્ટ ઓફિસ વચ્ચેના સંકલનના અભાવે લોકોને નિયમ ભંગ ના દસ-બાર દિવસ પછી ઇ-ચલણ મળે છે ત્યાં સુધીમાં વાહન ચાલકે એક થી વધુ વખત એ જ નિયમનો ભંગ કરી દીધો હોવાનું પણ રૂ.૧૦૦ અને રૂ.૩૦૦ દંડનાં ચલણ તેમને એક સાથે મળી જાય છે. આ પદ્ધતિના કારણે લોકોમાં નારાજગી વધી છે.

હવે આ પરિસ્થિતિને નિવારવા માટે ટ્રાફિક પોલીસે ખાસ વ્યવસ્થા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. તે મુજબ હવેથી ઈ-મેમો જનરેટ થતાંની સાથે જ વાહન માલિકને તેના મોબાઈલ નંબર ઉપર એક મેસેજ મળી જશે. આ સિસ્ટમનો આગામી ટૂંક સમયમાં અમલ પણ શરૂ થઈ જશે. હાઇવે સહિત શહેરભરના ટ્રાફિક સિગ્નલ પર આઈ વે પ્રોજેક્ટ અંતર્ગત સીસીટીવી કેમેરા વાહનચાલકો પર વોચ કરી રહ્યા છે.

હેલ્મેટ નહિ પહેરવા કે સીટ બેલ્ટ નહીં બાંધવો ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવી એ સહિતના અનેક પ્રકારના ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહનચાલકોને કેમેરામાં કેદ કરી અને તેમની સામે ઈ-ચલણ જનરેટ કરવામાં આવે છે. હવેથી વાહન વાહનચાલકે ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો છે તે બાબતે તેને મોબાઈલ મેસેજ દ્વારા પણ તરત જ જાણ થઈ જાય તે માટે સોફ્‌ટવેર હવે અપડેટ કરવામાં આવી રહ્યાં છે.

તે મુજબ હવે બહુ જ ટૂંક સમયમાં જ્યારે કોઇ વાહનચાલક સામે ઇ-મેમો જનરેટ થશે ત્યારે તે સાથે જ વાહન માલિકના મોબાઈલ નંબર ઉપર મેસેજ આવી જશે. આ માટે આ માટે અમદાવાદ આરટીઓ પાસેથી રાજ્યનાં તમામ રજીસ્ટર્ડ વાહનમાલિકોને મોબાઈલ નંબર સહિતની યાદી મેળવવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.

Read Also

Related posts

ઉંઘતુ તંત્ર / અમદાવાદના આ વિસ્તારમાંથી હજુ સુધી નથી દૂર કરાઇ જર્જરિત ટાંકી, દુર્ઘટના સર્જવવાની ભીતિ

Zainul Ansari

જુનાગઢ / પ્રજાના 22 કરોડ રૂપિયાના ખર્ચે બનાવેલા રોડ-રસ્તા દોઢ મહિનામાં સ્વાહા, ‘ભ્રષ્ટાચાર મુક્ત કોર્પોરેશન’ ફક્ત નારો

Zainul Ansari

જમ્મુમાં સતત મળી આવતા ડ્રોન વચ્ચે સ્ટેશનની નજીક દેખાયા બે શંકાસ્પદ લોકો, પહેર્યો હતો સેનાનો યુનિફોર્મ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!