GSTV
Home » News » હવે તમે ક્યાં જશો: ફેસબુકમાં તમારૂ એકાઉન્ટ હોય કે ન હોય, એ લોકો ડેટા તો ટ્રેક કરી જ શકશે

હવે તમે ક્યાં જશો: ફેસબુકમાં તમારૂ એકાઉન્ટ હોય કે ન હોય, એ લોકો ડેટા તો ટ્રેક કરી જ શકશે

ફેસબુક પર ડેટા લિક બાબતે ખુબ ફરિયાદો આવી રહી છે એવામાં એ નવી ખબર સામે આવી છે. ડેટા લિકને લઇને સતત આરોપો બાદ પણ ફએસબૂક તેનાં યૂઝર્સનો ડેટા બચાવવામાં સફળ રહ્યું નથી. દરરોજ ફેસબૂકથી લોકોનાં ડેટા લીક થવાનાં કિસ્સા સામે આવી રહ્યાં છે. તે તમામ આરોપોની વચ્ચે ફેસબૂક પર એક ગંભીર આરોપ લાગ્યો છે. એક રિસર્ચ મુજબ ફેસબૂક એપનો ઉપયોગ કરનારા અને ન કરનારા યૂઝર્સને પણ ટ્રેક કરે છે. કે જેણે તેનો ઉપયોગ બંધ કરી દીધો છે.

રિસર્ચ મુજબ, યૂકેની પ્રાઇવેસી ઇન્ટરનેશનલ દ્વારા 34 એન્ડ્રોયડ એપ્સની તપાસ કરી, જેણે 10થી 500 મિલિયન વખત ઇન્સ્ટોલ કરવામાં આવી છે. જે જેમાં લેંગ્વેજ- લર્નિંગ એપ Duolingo, ટ્રાવેલ અને રેસ્ટોરંટ વેબસાઇટ TripAdvisor, જોબ ડેટાબેસ Indeed અને ફ્લાઇટ સર્ચ એન્જિન Skyscanner શામેલ છે. તપાસમાં સામે આવ્યું છે કે 60 ટકાથી વધુ એપ યૂઝર્સનાં એપ ઓન કરતાની સાથે જ તેમનો ડેટા ઓટોમેટિકલી ફએસબૂકને મોકલી દે છે.

રિપોર્ટમાં તેમ પણ કહેવામાં આવ્યું છે કે, ભલે લોકો પાસે ફેસબૂક અકાઉન્ટ હોય કે ન હોય. તેમનો ડેટા આ એપ ખોલતાની સાથે જ ફેસબૂક પાસે જતો રહે છે. ઇન્ડિપેન્ડન્ટમાં છપાયેલી ખબર મુજબ ફએસબૂકે આ મામલે નિવેદન આપતા પ્રાઇવેસી ઇન્ટરનેશનલને કહ્યું કે, ઘણી કંપનીઓ માટે ડેટા શેરિંગ એક કોમન પ્રેક્ટિસ છે. કંપનીએ વધુમાં કહ્યું કે, આ જાણકારી ડેવલોપર્સ માટે જરૂરી હોય છે.

READ ALSO

Related posts

મેહસાણામાં નશામાં ધૂત કારચાલકે 4 લોકોને લીધી અડફેટે, બાદમાં લોકોએ ચખાડ્યો મેથીપાક

Nilesh Jethva

જ્યારે ટ્રેનના એન્જિનમાં અચાનક ઘુસી આવ્યો સાપ, ડ્રાઈવરનો છૂટ્યો પરસેવો

Path Shah

દેશની સેવા કરતા આર્મી જવાનના પરિવાર માટે અમદાવાદમાં યોજાયો અનોખો શો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!