GSTV
Auto & Tech Trending

હવે મિનિટોમાં જ કોઈના પણ ફોનની નીકાળી શકશો કૉલ ડિટેલ, આ એપ્લિકેશન કરશે તમારી મદદ

આજના સમયમાં, જો કોઈ તમને મોબાઈલની જૂની કોલ ડિટેલ્સને નીકાળવા માટે કહેશે, તો તમે તેનો ઇનકાર કરી શકો છો, પરંતુ આજે અમે તમને એક એવા આઇડિયા વિશે જણાવીશું જેના દ્વારા તમે સરળતાથી જૂની મોબાઇલ કોલ વિગતો મેળવી શકો છો. આ ડિટેલને કાઢવા માટે તમારે ફક્ત તમારા મોબાઇલમાં એક એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા પછી, તમે સરળતાથી જૂની વિગતોને નીકાળી શકો છો.

આ એપ્લિસેશન્સનું નામ mubble app છે. આ એપની મદદથી તમે 7થી લઈને 30 દિવસો સુધીની કૉલ ડિટેલ વિશે જાણી શકશો. આ એપનો ઉપયોગ કરવા પર તમને કોલની ડિટેલ પીડીએફ ફોર્મમાં મળે છે. આ એપ્લિકેશનમાં તમે જે મેઈલ એડ્રેસ આપશો તેમાં જ તમારી કોલ ડિટેલ આવશે. ગૂગલ પ્લે સ્ટોરથી આ એપ ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે. ડાઉનલોડ કર્યા બાદ તમારે તેને અમુક પરમીશન આપવાની રહેશે. પરમીશન આપ્યાની થોડી મિનીટોમાં જ તમને કોલ ડિટેલ મળી જશે.

તમારા ફોનમાં એપ ઈન્સ્ટોલ કર્યા બાદ તમે જે પણ નંબરની કોલ ડિટેલ કાઢવા માંગતો હોય, તે નંબર નાખવાનો રહેશે. પ્રાઈવસીને લઈને યુઝરની અમુક પરમિશન લીધા બાદ એપ કામ કરવાનું શરૂ કરી દે છે. બિલનો મેઈલ પણ તે જ આઈડી ઉપર આવે છે. જે લોગઈન દરમ્યાન આપવામાં આવે છે. તેમાં ડેટ, ટાઈમ, નંબર અને કોલ ડ્યુરેશન જેવી પુરી ડીટેલ હોય છે. તેના દ્વારા યુઝર 7થી 30 કોલની ડિટેલ કાઢી શકે છે.

mubble app નામની આ ફ્રી એન્ડ્રોઈડ એપ છે. 4.49MB વાળી આ એપને Recharge plan & Prepaid Bill પણ કહેવામાં આવે છે. આ 4.2 અથવા તો તેની ઉપરનાં એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. એપ ડેવલોપરનો દાવો છેકે, તેને Airtel, Vodafone, Idea, BSNL, Aircel, Reliance,Docomo સિવાય અન્ય ટેલિકોમ ઓપરેટર્સના નંબરની ડિટેલ કાઢી શકાય છે.

આ એપ્લિકેશનની મદદથી યુઝર્સ પોતાનું બેલેન્સ અને ડેટા ચેક કરી શકે છે. લૉ ડેટા બેલેન્સ થવા તે રિમાઈન્ડર પણ આપે છે. અહીંથી તમે કોઈ પણ મોબાઈલ નંબર પર રિચાર્જ કરાવી શકો છો.

READ ALSO

Related posts

ચિંતા વધી/ છ સપ્તાહમાં મન્કીપોક્સના કેસો ૩થી વધીને 3200 થઈ ગયા! ૧૫૦૦ કેસમાં ૭૦ના મોત

Karan

રાજકોટ/ 500ની 1 લાખની કિંમતની ડુપ્લિકેટ નોટો સાથે બે વિદ્યાર્થીઓ ઝડપાયા, કોલેજમાં મોજ શોખ કરવા બનાવી જાલીનોટ

Karan

જીભ લપસી/ ‘જો કોઇને ખોટું લાગે તો થાય એ કરી લેજો’, ભાજપના પ્રદેશ મહામંત્રીના ધમકીભર્યા શબ્દોથી કાર્યકરોમાં રોષ

Karan
GSTV