GSTV
Home » News » હવે Paytmથી પેમેન્ટ કરવું થઈ ગયુ વધુ સરળ, લોન્ચ કર્યો ઓલ-ઈન-વન ઓપ્શન

હવે Paytmથી પેમેન્ટ કરવું થઈ ગયુ વધુ સરળ, લોન્ચ કર્યો ઓલ-ઈન-વન ઓપ્શન

ડિઝિટલ પેમેન્ટ પ્રોવાઈડર પેટીએમએ પેમેન્ટ માટે એક નવી ટેક્નોલોજી કાઢી છે જેથી વેપારીની સુવિધા વધારી શકાય. કંપનીએ ઓલ-ઈન-વન પીઓએસ ડિવાઈસ, ક્યૂઆર, પેટીએમ ફોર બિઝનેસ અને પેટીએમ બિઝનેસ ખાતાને રજૂ કર્યો છે. કંપનીએ કહ્યું છે કે પેટીએમ નાના અને મોટા બિઝનેસ બન્નેને પેમેન્ટની સુવિધા આપે છે. હજી સુધી પેટીએમ લગભગ 1 કરોડ 60 લાખ પાર્ટનર્સ સાથે જોડાયેલું છે.

બિઝનેસ એપ માટે પેટીએમ

પેટીએમ ફોર બિઝનેસ એપ નાના અને મોટા બિઝનેસમેન માટે પેમેન્ટ ઓપ્શનને સરળ બનાવે છે. તેના દ્વારા ડિજીટલ પેમેન્ટ તમારે અપનાવીને આ એપ દ્વારા બેન્ક એકાઉન્ટ્સ, UPI એડ્રેસ અને પેટીએમ વોલેટમાં બ્લક પેમેન્ટ અને ટ્રેકિંગ કરી શકાય છે. આ B2B and B2C બન્ને પ્રકારના પેમેન્ટને સરળ બનાવે છે. તેના દ્વારા વેન્ડર્સ, કર્મચારીઓના ભથ્થા અને રિવોર્ડ અથવા રિફન્ડનું પેમેન્ટ કરવામાં આવી શકે છે.

પેટીએમ બિઝનેસ ખાતુ

પેટીએમ બિઝનેસ ખાતાને પણ પેટીએમ ફોર બિઝનેસ એપને ઈન્ટીગ્રેટ કરવામાં આવી રહ્યું છે. તેના જ્વારા તમામ અન્ય પ્રકારના કામ કરવામાં આવી શકે છે. જેવા કે પેમેન્ટ ડેટ સેટ કરવી, ઓટોમેટેડ રિમાઈન્ડર્સ સેટ કરવા અને મોબાઈલ પર પેમેન્ટ નોટીફિકેશન મેળવવું. પેટીએમ બિઝનેસ ખાતા દ્વારા રિપોર્ટ પણ ડાઉનલોડ કરવામાં આવી શકે છે. ડેલી સેલ્સને ટ્રેક કરી શકાય છે અને વગર કોઈ એડિશનલ કોસ્ટે UPI અથવા વોલેટ દ્વારા પેમેન્ટ્સ કલેક્ટ કરવામાં આવી શકે છે.

પેટીએમ POS ડિવાઈસ

ત્યાં જ પેટીએમ પીઓએસ ઓલ-ઈન-વન એન્ડ્રોયડ હેન્ડહેલ્ડ ડિવાઈઝ છે. આ વ્યાપારીઓને કોઈ પણ યુપીઆઈ આધારીત એપ, પેટીએમ વોલેટ, કેશ અને રૂપે કાર્ડ દ્વારા પેમેન્ટ કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત આ ડિવાઈઝ એન્ડ્રોયડ ટેક્નોલોજીથી લેસ છે અને તેમાં બિલ્ટ-ઈન ક્લાઉડ સોફ્ટવેર છે. જેથી તેને અપડેટ અને નોટિફિકેશન મળશે. પેમેન્ટ લેવા સિવાય મર્ચેટ્સ POS ડિવાઈસથી GST કોમ્પલિએન્ટ બિલ્સ પણ જનરેટ કરી શકે છે. પેટીએમ કોર બિઝનેસ એપ દ્વારા ટ્રાન્ઝેક્શન્સ અને સેટલમેન્ટ મેનેજ કરી શકે છે.

Read Also

Related posts

પ્રજાના પ્રશ્નોને વાચા આપવાને બદલે કોર્પોરેટરો બેઠકમાં ઉંઘતા ઝડપાયા

Nilesh Jethva

વિદ્યાર્થિનીઓના માસિક ધર્મ વિવાદ પ્રકરણમાં આવ્યો નવો વળાંક

Nilesh Jethva

ગુજરાતના આ પ્રસિદ્ધ મંદિર ખાતે 11મી સદીના અવશેષોને ફરી કરાયા જીવંત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!