અત્યાર સુધી તમે માત્ર પૈસા આપતું ATM જોયું હશે પરંતુ હવે એવુ એટીએમ આવી ગયુ છે જેનાથી પૈસા નહીં પણ ઘઉં, ચોખા પણ મળી શકશે. હવે તમારે સસ્તા અનાજની દુકાનમાં ક્યાંય લાઈનમાં પણ ઉભા રહેવુ નહી પડે. તમને સીધુ ATMમાંથી અનાજ મળી શકશે. આગામી થોડા સમય પછી તમે આ ATM નો ફાયદો ઉઠાવી શકો છો.

સરકારે અત્યારે પાઈલોટ પ્રોજેક્ટ તરીકે અમલમાં મુક્યો
ATM ઓટોમેટિક ટેલર મશીન દ્વારા અત્યારે પાઈલોટ પ્રોજેક્ટ તરીકે અમલમાં મુક્યો છે. જો આ બરાબર ચાલશે તો દેશભરમાં સસ્તા અનાજની દુકાનમાં આ ATM લગાવવામાં આવશે અને આ પ્રોજેક્ટ અમલ કરવામાં આવશે. જેથી લોકોને લાઈનોમાં ઉભા રહેવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે.
લાંબી લાઈનો કારણે ઘણા બધા પ્રોબલેમ થતા હતા
અધિકારીઓ દ્વારા આપવામાં આવેલ માહિતી પ્રમાણે રાશનની દુકાનમાં મોટાભાગે લાંબી લાઈનો લાગતી હોય છે. લાંબી લાઈનો કારણે ઘણા બધા પ્રોબલેમ થતા હતા. જેથી આ સિસ્ટમ અપનાવી છે. સરકારે આ સમસ્યાને નિવારવા માટે રાશન ATM મશીનની સુવિધા કરી છે. જો કે હજુ સુધી સરકારે આ ATM ઓટોમેટિક ટેલર મશીનને શરુ કરવા માટેની જાહેરાત કરી નથી. પરંતુ સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે આગામી થોડા દિવસમાં આ પ્રોજેક્ટ અમલમાં કરવામાં આવશે.
READ ALSO
- પ્રેમમાં ગળાડૂબ આદિત્યરોય કપૂર અને અનન્યા પાંડેને ઘરવાળાઓની લીલી ઝંડી
- ગૃહ વિભાગ આગામી દિવસોમાં લાવી શકે છે એક નવો વટ હુકમ, ATSના કર્મચારીઓની પડતર માંગનો આવી શકે છે નિવેડો
- રાજકોટ / બિશ્નોઇનાં ડ્રાઈવરની શોધખોળ કરી રહી છે CBI, બેંકના બે લોકર ખોલવા માટે પણ કવાયત હાથ ધરાશે
- ચૈત્ર નવરાત્રીમાં આદ્યશક્તિના સાતમાં સ્વરૂપની આરાધના / મા કાલરાત્રીની પૂજામાં આ મંત્રનો જાપ કરવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે
- હદ છે! સુરેન્દ્રનગરમાં GRP પોલીસના જવાને કરી મહિલાની છેડતી, બી ડીવીઝન પોલીસ કરી અટકાયત