GSTV

હવે Skype પરથી પણ ટ્રાન્સફર કરી શકશો રૂપિયા

Last Updated on August 5, 2017 by

Skypeનો ઉપયોગ કરો છો તો તમે હવે આ એપની મદદથી તમારા કૉન્ટેક્ટ્સને રૂપિયા ટ્રાન્સફરી કરી શકો છો. Skypeએ PayPalની સાથે પાર્ટનરશિપ કરીને એપમાં નવું સેન્ડ મની ફિચર લોન્ચ કર્યુ છે. હાલમાં આ ફિચર UK, USA, કેનેડા અને યૂરોપીયન દેશોની સાથે મળીને 22 દેશોમાં લોન્ચ કરવામાં આવ્યુ છે.

યૂઝર્સને પહેલી વખત રૂપિયા મોકલવા માટે પોતાની લોકેશન કન્ફર્મ કરવાની રહેશે. જો આ ફિચર રિસિવરના લોકેશન પર એક્ટિવ થઇ ચૂક્યુ હશે, તો જ તે રૂપિયા મોકલવા માટે PayPal એકાઉન્ટને Skype સાથે લિંક કરી શકશે.

Skype ચેમાં ‘ફાઇન્ડ’ પર ટેપ કરી અથવા તો જમણી બાજુ સ્વાઇપ કરીને સેન્ડ મનીનો ઑપ્શન સિલેક્ટ કરવાનો રહેશે. જેને રૂપિયા મોકલવાને છે તે ફ્રેન્ડના દેશને સિલેક્ટ કરીને કેટલી રકમ મોકલવાની છે, તે નક્કી કરવાનું રહેશે. કંપનીએ જણાવ્યુ કે, આ માટે સેન્ડરની પાસે એપનું લેટેસ્ટ વર્ઝન હોવું જરૂરી છે. રિસિવર પાસે જ પણ વર્ઝન હોય, તેને રૂપિયા મળી જશે.

તાજેતરમાં માઇક્રોસૉફ્ટે નેકસ્ટ જનરેજન Skype એપ એન્ડ્રોઇડ ડિવાઇસ માટે લોન્ચ કર્યુ હતુ. માઇક્રોસૉફ્ટનો દાવો છે કે આ નવી એપ શરૂથી નવી બનાવવામાં આવી છે. VoIP મેસેન્જરની મદદથી યૂઝર્સ ગ્રુપ્સમાં વધારે સારી રીતે ચેટ્સ કરી શકશે.

હવે Skypeને કલર્સથી પર્સનલાઇઝ કરી શકાશે અને યૂઝર ફેસબુક મેસેન્જરની જેમ તમામ પ્રકારના મેસેજ પર રિએક્શન આપી શકે છે. આ સિવાય વીડિયો કૉલને પણ રિએક્ટ કરવાનો ઑપ્શન આપવામાં આવ્યો છે. ‘હાઇલાઇટ્સ’ ટેબમાં યૂઝર પોતાના દિવસની હાઇલાઇટ રીલ બનાવીને પોતાના કૉન્ટેક્ટ્સની સાથે શૅર કરી શકે છે. હાઇલાઇટ પોસ્ટ કરવા માટે યૂઝર્સને જમણી બાજુ સ્વાઇવ કરી કેમેરા ઑપન કરવો પડશે અને ફોટો અથવા તો વીડિયોને લઇને પોસ્ટ કરવાનું રહેશે.

Related posts

પાર્ટનર સાથેના સબંધમાં આ વાતોની ના કરો અવગણના, નહીંતર કમજોર થઇ શકે છે તમારી રિલેશનશિપ

Damini Patel

UIDAI Update News: બાલ આધાર કાર્ડ બનાવવા માટે નિયમોમાં થયો ફેરફાર, જાણો કેવી રીતે કરવી અરજી?

Tryambak Chattopadhyay

કોરોનામાં ગુમાવ્યો પિતાનો પડછાયો, લાખો ખર્ચ કરીને બનાવી એવી પ્રતિમા કે નથી થતી પિતાની કમી મહેસુસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!