GSTV

રોકની ખામી? આ સ્ટાર્ટ-અપ આપી રહ્યુ છે UPI પર ‘Scan now એન્ડ Pay Later’ નો ઓપ્શન

હૈદરાબાદ સ્થિત નોન-બેંક લેંડર Vivifi ઈંડિયા ફાઈનાન્સે હાલમાં જ એક પેમેંટ ઓપ્શન, ફ્લેક્સપે (Flexpay)લોન્ચ કર્યુ છે. જે યૂનિફાઈડ પેમેંટ્સ ઈંટરફેસ (UPI) પર ક્રેડિટની અનુમતિ આપે છે. જો યૂઝર્સની પાસે ક્યારેય બેન્ક એકાઉન્ટ્સ અથવા વર્ચુઅલ વોલેટ્સમાં જો કેશ ઉપલબ્ધ નથી હોતી તો ફ્લેક્સપે ગ્રાહકોને ‘Scan Now and Pay Later’ કરવામા સક્ષમ કરશે. એનબીએફસીએ કહ્યુ, પેમેંટ ઓપ્શન કોઈપણ UPI ક્યૂઆર કોડ અથવા એક યૂપીઆઈ આઈડી (UPI ID)ને સ્કેન કરી ઓફલાઈન ખરીદીની સુવિધા આપશે. આ દરેક વેપારી, નાના કિરાના સ્ટોરથી લઈને મોટા રિટેલર્સ સુધીના પાસ વપરાશ કરી શકાશે.

UPI ID ને સ્કેન કરી ઓફલાઈન ખરીદીની સુવિધા

આ સુવિધા ખાસ કરી તે 300 મિલિયન ભારતીયો માટે જેમની પાસે ક્રેડિટ કાર્ડ નથી. પ્રથમ ભારત પ્રોડક્ટ કોઈપણ UPI QR કોડ અથવા UPI ID ને સ્કેન કરી ઓફલાઈન ખરીદીની સુવિધા આપશે. એક લેણદેણ મોડલ જે આખા ભારતે અપનાવ્યુ ગયું છે. છેલ્લા બે મહિનામાં લગભગ 3 કરોડ રૂપિયાના લેણદેણ માટે 30 હજારથી વધુ ગ્રાહકોને પહેલા જ Vivify’s ના ક્રેડિટ-ટૂ-પે ઓપ્સનનો વપરાશ કર્યો છે. કંપનીની યોજના 40 કરોડથી વધુ ‘અંડર-સર્વ્ડ કસ્ટમર્સ’ અને પ્રાઈમ ગ્રાહકોને સેવાઓ આપવાની છે.

ડ્રૂ ડિજિટલ ક્રેડિટ કાર્ડ પ્રદાન કરશે

ફ્લેક્સપે એક દેશમાં અનુભવની જેમ એક ડ્રૂ ડિજિટલ ક્રેડિટ કાર્ડ પ્રદાન કરશે. જેમાં વર્તમાનમાં માત્ર 56 મિલિયન ક્રેડિટ કાર્ડ હોલ્ડર્સ છે. કંપનીના મત પ્રમાણે અમે આગામી 3 વર્ષમાં 5 મિલિયનથી ઓછી સેવાવાળા ભારતીયોની ક્રેડિટ જરૂરિયાતોને પૂર્ણ કરવાના અમારા ઉદ્દેશ્યના પ્રથમ પગલાના રૂપમાં હવે આ પ્રોડક્ટને આગામી 1,00,000 ગ્રાહકો સુધઈ પહોંચાડી રહ્યા છે.

એક્સપીરિયંસ પ્રદાન કરવા માટે તૈયાર

કંપનીએ આગળ કહ્યુ કે, FlexPay 400 મિલિયનથી વધારે અંડર-સર્વ કરવામાં આવેલ ગ્રાહકોની સાથે-સાથે પ્રાઈમ ગ્રાહકોને એક કોન્ટેક્ટલેસ ક્રેડિટ કાર્ડ એક્સપીરિયંસ પ્રદાન કરવા માટે તૈયાર છે.

READ ALSO

Related posts

આણંદ તાલુકાના આ ગામની શાળાના 6-7 વર્ગને મર્જ કરવાનો નિર્ણય કરવામાં આવતા લોકોએ કરી તાળાબંધી

Nilesh Jethva

હળવદના દેવીપુરમાં કોરોનાના 35 કેસ નોંધાતા તંત્રમાં મચી દોડધામ

Nilesh Jethva

તાલાલા ગીરના આદિવાસી યુવાને અરુણાચલ પ્રદેશની સરહદે શહીદી વહોરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!