GSTV
Home » News » રામમંદિર બનાવવાનો હવે આમની પાસે પાવર, સુપ્રીમે 3 મહીનામાં નિર્ણય લેવાનો આપ્યો આદેશ

રામમંદિર બનાવવાનો હવે આમની પાસે પાવર, સુપ્રીમે 3 મહીનામાં નિર્ણય લેવાનો આપ્યો આદેશ

અયોધ્યામાં વિવાદિત ભૂમિ પર રામ મંદિર બનશે. સુપ્રીમ કોર્ટે અયોધ્યા કેસ મામલે સૌથી મોટો અને સૌથી મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો. સુપ્રીમ કોર્ટે રામલલ્લાનો દાવો યથાવત રાખ્યો છે. વિવાદિત જમીન રામલલ્લાને અપાશે. રામ મંદિર નિર્માણ માટે સુપ્રીમ કોર્ટે સરકારને આદેશ આપ્યો. સાથે એક ટ્રસ્ટ બનાવી મંદિર નિર્માણ માટે આદેશ આપ્યો. ચીફ જસ્ટીસે કહ્યું કે કેન્દ્ર સરકાર ત્રણ મહિનામાં યોજના બનાવે. મંદિર બનાવવાના નિયમો બનાવવા આદેશ કર્યો. હિંદુઓને શરત આધિન જગ્યા મળશે. મુસ્લિમોને વૈકલ્પિક પાંચ એકર જમીન અન્ય સ્થળે આપવામાં આવે. મુસ્લિમોને મસ્જિદ માટે બીજે જગ્યા મળશે. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે સુન્ની વક્ફ બોર્ડને પણ વૈકલ્પિક જગ્યા આપવી જરૂરી છે. નમાજ પઢવાની જગ્યા મસ્જિદ હોય છે. વિવાદિત જમીનનો હિસ્સો કેન્દ્ર સરકારના રિસિવર પાસે રહેશે. ટ્રસ્ટમાં નિર્મોહી અખાડાને પણ સ્થાન મળશે. મુસ્લિમ પક્ષ માલિકી હક સાબિત ન કરી શક્યો.

તે તેમની ધાર્મિક ભાવના છે

સુપ્રીમ કોર્ટે કહ્યું કે હિન્દુઓ અયોધ્યામાં ભગવાન રામની જન્મભૂમી હોવાનું માનતા આવ્યા છે. તે તેમની ધાર્મિક ભાવના છે. મુસ્લિમો તેને બાબરી મસ્જિદ કહે છે. અહીં હિન્દુઓના ભગવાન રામનો જન્મ અયોધ્યામાં થયો હતો તેમની શ્રદ્ધા પર કોઈ વિવાદ નથી. સર્વોચ્ચ અદાલતે ચુકાદો વાંચતા કહ્યું કે હિન્દુઓ માને છે કે ભગવાન રામનું જન્મસ્થળ ગુંબજ હેઠળ છે જે વિશ્વાસની બાબત છે. કોર્ટે કહ્યું કે આ કેસનો નિર્ણય વિશ્વાસના આધારે નહીં પરંતુ દાવાઓના આધારે થઈ શકે છે.

વિવાદિત સંકુલના બાહ્ય ભાગમાં હિન્દુઓનો કબજો હતો

ઐતિહાસિક તથ્યો પુરાવો આપે છે કે અયોધ્યામાં ભગવાન રામનું જન્મસ્થળ હતું. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે વાતના પુરાવા છે કે હિન્દુઓ દેશમાં બ્રિટીશરોના આગમન પહેલાથી સીતા રસોડા અને રામ ચબૂતરાની પૂજા કરી રહ્યા છે. રેકોર્ડ્સ દર્શાવે છે કે વિવાદિત સંકુલના બાહ્ય ભાગમાં હિન્દૂઓનો કબજો હતો. કોર્ટે કહ્યું કે અમે ધર્મ શાસ્ત્રમાં નથી જતાં પરંતુ તથ્ય તે છે કે બાબરી મસ્જિદનું નિર્માણ મીર બાકીએ કરાવ્યું હતુ. કોર્ટે જણાવ્યું છે કે 1856 પહેલા હિન્દુઓ પણ આંતરિક ભાગમાં પૂજા-અર્ચના કરતા રહ્યા છે. પરંતુ તેમને રોકવામાં આવતા હિન્દૂઓએ રામ ચબૂતરા પર પૂજા કરવાનું શરૂ કર્યું.

બાબરી મસ્જિદનું નિર્માણ ખાલી જમીન પર નહોતું થયું

અંગ્રેજોએ બંને ભાગોને અલગ રાખવા રેલિંગ બનાવી હતી. તેમ છતાં હિન્દુઓ ગુંબજ નીચેના સ્થળને મુખ્ય ગર્ભગૃહ માનતા રહ્યા છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે બાબરી મસ્જિદનું નિર્માણ ખાલી જમીન પર નહોતું થયું. રામ જન્મભૂમિ વિવાદ પર ચુકાદો આપતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે બાબરી મસ્જિદની માળખા નીચે કોઈ મંદિરના પુરાવા મળ્યા હતા. કોર્ટે કહ્યું કે આ મામલામાં ભારતના પુરાતત્વીય વિભાગના અહેવાલને નકારી શકાય નહીં.

કોર્ટે સંતુલન જાળવ્યું

ખોદકામમાં મસ્જિદની નીચે એક બિન-ઇસ્લામિક માળખું મળી આવ્યું છે. કોર્ટે કહ્યું કે એએસઆઈના અહેવાલ મુજબ 12મી સદીના મંદિરના પુરાવા મસ્જિદની નીચે મળી આવ્યા હતા. ચીફ જસ્ટીસે ચુકાદો વાંચતા જણાવ્યું કે કોર્ટે લોકોની શ્રદ્ધા અને આસ્થાને સ્વિકારવી પડશે. કોર્ટએ સંતુલન જાળવી રાખવું પડશે. હિન્દુઓના દાવાને અવગણી શકાય નહીં. બંધારણમાં દરેક ધર્મના લોકોને સમાન આદર આપવામાં આવ્યો છે. મુખ્ય ન્યાયમૂર્તિએ કહ્યું કે સદીઓથી હિન્દુઓ પૂજા-અર્ચના કરે છે. સુન્ની વકફ બોર્ડને 5 એકર જમીન અન્યત્ર આપવામાં આવે. કોર્ટે કહ્યું કે કેન્દ્ર સરકાર 3 મહિનામાં મંદિર નિર્માણ માટે ટ્રસ્ટ બનાવીને યોજના રજૂ કરે.

READ ALSO

Related posts

જુઓ આ વીડિયો, મોદીએ અમિત શાહની ખોલી દીધી પોલ, 25 વર્ષ પહેલાં….

Karan

જાણો એ 4 સૈનિકોનાં વિશે જેમના નામ પર ઈડન ગાર્ડન્સનાં સ્ટેન્ડનું નામ પડ્યું

pratik shah

…એનાથી સારું તો તે થશે કે તેમના રાજ્યને ટ્રાન્સઝેન્ડર જાહેર કરી દેવાય, આ મુખ્યમંત્રી બગડ્યા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!