GSTV

હવે OTT પ્લેટફોર્મ સહિત આ ઓનલાઈન કંટેટ પર રહેશે સરકારની ચાંપતી નજર, થયા છે આ મોટા ફેરફાર

neflix

Last Updated on November 11, 2020 by Ankita Trada

નેટફ્લિક્સ અથવા એમેજોન જેવા OTT સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર હવે તમારા અનુભવ પહેલાની જેમ જ રહેશે નહી. સૂચના અને પ્રસારણ મંત્રાલયે OTT પ્લેટફોર્મ પર જોવા મળતા ડિજિટલ ઓડિયો વિજુઅલ કોન્ટેંટ અને વેબ શોને પોતાની નિયંત્રણ રેખામાં લઈ લીધા છે. તે સાથે જ ઓનલાઈ પ્લેટફોર્મના ન્યૂઝ અને કરેંટ અફેર્સ પણ હવે સરકારના દાયરામાં હશે. સરકારે બુધવારે એક ગેજેટ જાહેર કરી તેને નોટિફાઈ કર્યુ છે.

સેલ્ફ રેગુલેશન કોડને સપોર્ટ કરવાની મનાઈ

સામાન્ય લોકો માટે આ ફેરફારના પરિવર્તન તો એ છે કે, હવે નેટફ્લિક્સ જેવા OTT પ્લેટફોર્મ પર સેંસર લાગુ થશે. આ વર્ષે સપ્ટેમ્બરમાં સૂચના અને પ્રસારણ મંત્રાલય (I&B Ministry) એ ઈન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોસિએશન ઓફ ઈંડિયા (IAMAI) તરફથી જાહેર સેલ્ફ રેગુલેશન કોડને સપોર્ટ કરવાની મનાઈ કરી દીધી હતી. લગભગ 15 વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ હજુ દેશમાં કામ કરી રહ્યા છે.

સાચુ કન્ટેન્ટ જ દર્શકો સુધી પહોંચે

આ OTT પ્લેટફોર્મ્સએ આ મહીનાની શરૂઆતમાં IAMAI ની હેઠળ સેલ્ફ રેગુલેશન કોડ પર સહી કરી હતી. સેંસરશિપ અથવા સરકારી દખલની જગ્યાએ OTT કંપનીઓને સરકારના કહેવા પર એક ફ્રેમવર્ક બનાવી હતી. જેથી સાચુ કન્ટેન્ટ જ દર્શકો સુધી પહોંચે. આ કોડમાં પ્રેક્ષકોની ફરિયાદોને પહોંચી વળવાની એક પદ્ધતિ પણ હતી. તે માટે કંજ્યૂમર કંપ્લેન ડિપાર્ટમેન્ટ અથવા એડવાઈઝરી પેનલ બનાવવાની વાત કરવામાં આવી હતી. આ પેનલના સભ્યોમાં બાળકોના અધિકારો, જેંડર ઈક્વાલિટી માટે કરનાર ઈંડિપેંડેંટ લોકો સામેલ થઈ શકે છે.

સોની Liv અને Lionsgate play સામે

તેમાં જે OTT પ્લેટફોર્મ સામેલ હશે તેમાં નેટફ્લિક્સ, અમેજોન પ્રાઈમ વીડિયો, ડિઝ્ની + હોટસ્ટાર, ALT બાલાઝી, ZEE5, Arre, ડિસ્કવરી +, ઈરોજ નાઉ, ફ્લિકસ્ટ્રી (Flickstree), હોઈચોઈ (Hoichoi), હંગામા, MX પ્લેયર, શેમારુ, VOOT, Jio સિનેમા, સોની Liv અને Lionsgate play સામેલ છે.

કોન્ટેંટનું કોઈ વર્ગીકરણ કરવામાં આવ્યુ નથી

મંત્રાલયે કહ્યું હતુ, ઈંડસ્ટ્રીએ જે સેલ્ફ રેગુલેટરી મેકેનિજ્મ બનાવ્યુ છે, તેમાં પ્રોહિબિટેડ કોન્ટેંટનું કોઈ વર્ગીકરણ કરવામાં આવ્યુ નથી. મિનિસ્ટ્રીએ કહ્યું છે કે, IAMAI એ પહેલા બે લેયરવાળા સ્ટ્રક્ચરની ભલામણ કરી હતી, પરંતુ મિનિસ્ટ્રીને તે પસંદ આવ્યુ નહી. ત્યારબાદ આજે સરકારે ગેજેટ જાહેર કરી તેને પોતાના નિયંત્રણમાં લીધા છે.

READ ALSO

Related posts

VIDEO: નબળા હ્દયવાળા આ વીડિયો જોતા જ નહીં, ફુલ સ્પિડે ચાલતી ટ્રેન સાથે લટકીને ખતરનાક સ્ટંટ કરી રહ્યા છે આ યુવકો, મરવાનો ડર જ નથી

Pravin Makwana

T20માં વિરાટ કોહલી કરતાં વધુ સારો કેપ્ટન સાબિત થશે રોહિત શર્મા, આ છે 5 સૌથી મોટા કારણો

Bansari

ફેશનની શોખિન: શોર્ટ્સ પહેરીને પરીક્ષા આપવા આવેલી છોકરીને હોલમાં પ્રવેશ ન આપ્યો, પપ્પાને તાત્કાલિક બજારમાં પેન્ટ ખરીદવા જવું પડ્યું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!