GSTV
World

Cases
3032910
Active
2416146
Recoverd
360303
Death
INDIA

Cases
89987
Active
71106
Recoverd
4706
Death

હવે આખી દુનિયા મફતમાં ઈન્ટરનેટ વાપરી શકશે, થઈ જાઓ તૈયાર

બે વર્ષ પહેલા તમે 1 જીબી ઇન્ટરનેટ માટે 100 રૂપિયા ચૂકવતા હતા. પરંતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. હવે ઘણી કંપનીઓ ટ્રાયલ તરીકે ફ્રી ઈન્ટરનેટ પણ આપી રહી છે અને ઇન્ટરનેટની કિમત પણ ખૂબ સસ્તી કરી નાખી છે, પરંતુ હવે એનાથી પણ સારા દિવસો આવવાનાં છે, કારણ કે ટૂંક સમયમાં જ તમને ઇન્ટરનેટ તદન મફત મળશે. એક એવો સેટેલાઈટ લૉંચ થવા જઈ રહ્યો છે કે જેની મદદથી આખી દુનિયામાં ફ્રી ઇન્ટરનેટ આપવામાં આવશે.

ચાઇનાની એક કંપનીએ વિશ્વનું પહેલું એવું સેટેલાઈટ તૈયાર કર્યું છે જેની મદદથી સમગ્ર વિશ્વને મફત વાઇફાઇ સેવા આપવામાં આવશે. આ કંપનીનું નામ LinkSure નેટવર્ક છે. આ કંપનીએ પોતાના સેટેલાઇટને ઝિંગુઆ સેટેલાઇટ સેન્ટરમાં તૈયાર કર્યું છે અને 2020 સુધી આવા અન્ય 10 સેટેલાઈટને લોન્ચ કરવાની યોજના પણ છે. ત્યાં વર્ષ 2060 સુધી કુલ 272 સેટેલાઈટ લોન્ચ થવાની અપેક્ષા છે. પહેલા સેટેલાઇટનુ લોચિંગ આગામી વર્ષે થશે.

આ સેટેલાઈટની શરૂઆત પછી દુનિયાના કોઈપણ ખૂણામાં રહેલા લોકો તેમના ફોનમાંથી વાઇફાઇ ઑન કરીને નેટ વાપરી શકે છે. ખાસ વાત એ છે કે જો તમારી ટેલિકોમ ઇન્ટરનેટ સર્વિસ ન આપે તો પણ તમે આ સેટેલાઈટ દ્વારા તમારા ફોનમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો. આ સેવા 2026 સુધીમાં શરૂ થશે. તેના માટે કંપનીએ લગભગ 3,000 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. જો કે આ પહેલા ગૂગલ, ફેસબુક અને સ્પેસ એક્સ જેવી કંપનીઓએ વિશ્વના ઘણા દેશોમાં મફત ઇન્ટરનેટ સેવા આપી છે.

READ ALSO

Related posts

અમદાવાદ : સાકાર-7ના ભોયરામાં લાગી આગ, ગૂંગળાઈ જતાં એક વ્યક્તિનું મોત

Nilesh Jethva

સસરાના નિધન બાદ પતિ પરાગ સાથે ગાઝિયાબાદ પહોંચી શેફાલી ઝરીવાલા, એરપોર્ટના હાલ જોઈ કહી આ વાત

Arohi

આ લોકોને ટ્રેન ટિકિટના ભાડામાં મળશે છૂટ, રેલવેના આ નિયમ જાણી લો ફાયદામાં રહેશો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!