અમદાવાદમાં પ્લાસ્ટિક અને પેપરકપ ઉપર પ્રતિબંધ મુકવાના વિવાદ બાદ હવે શહેરમાં ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે રોડ ઉપરના તમામ શાકમાર્કેટ દુર કરી શાક વેચનારા લોકોને વૈક્લ્પિક વ્યવસ્થા આપવા સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં મ્યુનિસિપલ કમિશનરને સુચન કરવામાં આવ્યુ છે.શહેરના વિવિધ વિસ્તારમાં સાંજના સમયે જાહેર રસ્તા ઉપર ફેરીયાઓ દ્વારા ઉભી રાખવામાં આવતી શાકભાજીની લારીઓથી જ રસ્તા ઉપર ટ્રાફિક જામ થતો હોવાનું સભ્યોએ રજૂઆત કરી હતી.

શહેરના વિવિધ જાહેર માર્ગ ઉપર છેલ્લા ઘણાં સમયથી ટ્રાફિકની સમસ્યા સતત વધતી જોવા મળી રહી છે.રસ્તાઓ ઉપરના દબાણોના કારણે રોડ સાંકડા થઈ ગયા છે.વાહનો સરળતાથી પસાર થઈ શકતા નથી.વિવિધ વિસ્તારમાં આવેલા જાહેર રસ્તાઓ ઉપર ભરાતા શાકમાર્કેટના કારણે સાંજના સમયે ટ્રાફિક જામની પરિસ્થિતિ જોવા મળી રહી છે.સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં જાહેર માર્ગો ઉપરના દબાણ દુર કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.કાંકરીયા રોડ ઉપર આવેલા મીરા સિનેમા પાસેના રોડ ઉપરના દબાણ દુર કરવા એસ્ટેટ વિભાગના અધિકારીઓને સુચના આપવામા આવી હતી.બાદમાં સમગ્ર શહેરના તમામ રસ્તાઓ ઉપર શાકમાર્કેટ અને લારીઓ ઉભી રાખીને દબાણ કરનારાઓના દબાણ દુર કરી રસ્તાઓ ખુલ્લા કરવા તંત્રના અધિકારીઓને સુચના આપવામા આવી હતી.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઘણા વર્ષોથી સ્ટ્રીટ વેન્ડર પોલીસીનો અમલ કરવાની જાહેરાત કરવામાં આવી રહી છે.આમ છતાં મ્યુનિ.તંત્રના એસ્ટેટ વિભાગના અધિકારીઓ સ્ટ્રીટ વેન્ડર પોલીસીનો અમલ કરતા નથી.વર્તમાન શાસકપક્ષ દ્વારા ફરી એક વખત શહેરના વિવિધ રસ્તાઓ ઉપર શાકમાર્કેટના દબાણ દુર કરી લારીઓવાળાઓને વૈકલ્પિક જગ્યા આપવા મ્યુનિસિપલ કમિશનરને સુચના આપવામાં આવી છે.
READ ALSO
- ઈઝરાયલને ના ગમી ન્યાયતંત્રમાં સુધારો કરવા અંગેની અમેરિકાની આ સલાહ, જાણો સમગ્ર મામલો
- Flightમાં મુસાફરી કરતા પહેલા આ ફુડ્સ ભૂલથી પણ ન ખાઓ, થઈ શકે છે મોટી સમસ્યા
- IPL 2023 / અમદાવાદમાં પ્રથમ મેચ પહેલા ચેન્નઈને ઝટકો, આ ખેલાડી સમગ્ર ટૂર્નામેન્ટમાંથી આઉટ
- રાજકારણ / મોહમ્મદ ફૈઝલને ફરી લોકસભાનું સભ્યપદ અપાતાં રાહુલ પણ ફરી સાંસદ બનશે તેવી આશા જાગી
- Vitamin D Deficiency: વિટામિન ડીની ઉણપને દૂર કરવા માટે પીઓ આ હેલ્ધી ડ્રીંક્સ