GSTV

હવેથી નોટિસ પછી પણ રિવાઈઝ્ડ રિટર્ન ભરી શકાશે: ઈન્કમટેક્સ ટ્રિબ્યુનલનો મહત્વનો ચુકાદો

Last Updated on July 26, 2019 by Mayur Vora

ઈન્કમટેક્સ ટ્રિબ્યુનલે મહત્વનો ચુકાદો આપતાં કહ્યુ કે ઈન્કમટેક્સનું રિવાઈઝ્ડ રિટર્ન નોટિસ ઈશ્યુ થયાં પછી પણ ભરી શકાશે. જેમાં ટેક્સ બેનિફિટ મેળવવાં માટે કરેલું હોય તેને નકારી ન શકાય. ઈન્કમટેક્સ કહે છે કે આપેલી ટાઈમ લિમિટમાં જુન 20નાં રોજ ઓર્ડર પાસ કર્યા બાદ આ ચુકાદો ઘણાં કરદાતાઓ માટે રાહતરુપ છે. સેક. 139 (5) મુજબ કાયદો ઈન્કમટેક્સ ભરવાની છુટ આપે છે. મહેશ હિંદુજા નામનાં વ્યક્તિ એ રિટર્ન ફાઈલ કરતી વખતે 4.91 લાખની સંપત્તિ જાહેર કરી હતી. જે ત્યારબાદ તેણે રિવાઈઝ્ડ રિટર્ન ફાઈલ કરતાં 6.91 લાખ થઈ હતી. જેમાં તેણે 1.15 લાખનું મકાન લેવાનો હોય તેમાં ટેક્સ

બેનિફિટ માંગ્યો હતો. સેક. 54 આઈ.ટી. એક્ટ મુજબ કેપિટલ ગેઈન ભરવાપાત્ર ઈન્કમ ટેક્સ ગણાતો નથી. તેમજ લોંગ ટર્મ કેપિટલ ગેઈન ભરવાપાત્ર વેરા માંથી બાદ મળ્તો નથી. પરંતુ જો કેપિટલ ગેઈન જો મકાનની કિંમત જેટલો અથવાં તેનાં કરતાં વધુ હોય તો લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સેબલ બનતો નથી. આમ ઈન્કમટેક્સ ડિપાર્ટમેંટે તેની 143 સેક. 2 હેઠળની નોટિસ રિજેક્ટ કરી હતી. તેથી ડિડક્શન માટે તે ટ્રિબ્યુનલમાં ગયો હતો. જ્યાં કોર્ટે તેનો દાવો માન્ય રાખ્યો હતો. અને નોંધ્યું હતુ કે ઈન્કમટેક્સે પોતાનાં રિટર્ન ક્રાઈટેરિયાનાં અપ્રોચમાં ખુબ જ નાનો દ્રષ્ટિકોણ રાખ્યો હતો. આમ ટ્રિબ્યુનલે ચુકાદો આપ્યો હતો.

Related posts

સેબીએ મ્યુચલ ફંડ રોકાણકારોને આપી રાહત, હવે થોડી જ મિનિટમાં ઉપાડી શકશો નાણાં, જાણો પુરી ડીટેલ

Damini Patel

બેંક ગ્રાહકો માટે મોટા સમાચાર: આવતીકાલથી ચેકબુક, કૈશ, ટ્રાંજેક્શન સહિતની સર્વિસના ચાર્જમાં થશે વધારો, આ સુવિધા માટે આપવા પડશે રૂપિયા

Pravin Makwana

ભરડો/ વિશ્વના અનેક દેશોમાં કોરોનાની ત્રીજી લહેરથી તબાહી: ૨૪ કલાકમાં ૬.૪૦ લાખથી વધુ નવા કેસ, આટલો છે મૃત્યુઆંક

Bansari
Do NOT follow this link or you will be banned from the site!