GSTV
Home » News » કોંગ્રેસમાં બે બે વખત હારનો સ્વાદ ચાખેલા નેતાઓના હાથમાં હવે ગુજરાત વિધાનસભા જીતાવવાની જવાબદારી

કોંગ્રેસમાં બે બે વખત હારનો સ્વાદ ચાખેલા નેતાઓના હાથમાં હવે ગુજરાત વિધાનસભા જીતાવવાની જવાબદારી

Shashi Tharoor leader

ગુજરાતમાં ખાલી પડેલી બેઠકો પર પેટા ચૂંટણી યોજાવવાની છે. ત્યારે કોંગ્રેસમાં પેટા ચૂંટણીની જવાબદારી સિનિયર નેતાઓને સોંપવામાં આવી છે. બે-બે વખત હારેલા નેતાઓને પેટા ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવતા પક્ષમાં ગણગણાટ શરૂ થયો છે. જે અંતર્ગત અર્જુન મોઢવાડીયાને રાધનપુર બેઠકની જવાબદારી સોંપાઈ છે.

મોઢવાડીયા 2012 અને 2017માં ચૂંટણી હાર્યા હતા. સિદ્ધાર્થ પટેલને થરાદની જવાબદારી સોંપાઈ છે, તેઓ પણ 2012 અને 2017માં ચૂંટણી હાર્યા હતા. જ્યારે 2014 અને 2019ની લોકસભા ચૂંટણી હારેલા જગદીશ ઠાકોરને ખેરાલુ બેઠકની જવાબદારી સોંપાઈ છે. તો છેલ્લી બે લોકસભા ચૂંટણી હારેલા તુષાર ચૌધરીને મોરવાહડફ બેઠક જીતાડવાની જવાબદારી આપવામાં આવી છે.

2009 અને 2014માં હારેલા મધુસુદન મિસ્ત્રીને બાયડની જવાબદારી જ્યારે 2009માં અમદવાદા પૂર્વ લોકસભાની બેઠક હારેલા દિપક બાબરીયાને અમરાઈવાડીની જવાબદારી સોંપવામાં આવી છે.

Read Also

Related posts

આફ્રિકા સ્ટાઈલમાં વિકસાવેલા જંગલ સફારીથી લઈને ઈકો ટુરિઝમ સુધીના પ્રોજેક્ટની પ્રધાનમંત્રીએ લીધી મુલાકાત

Mayur

સોશિયલ મીડિયા પર શુભકામનાઓનું ઘોડાપુર : Tweeter પર પ્રધાનમંત્રીનો જન્મદિવસ 10માંથી 7માં ટ્રેન્ડ

Mayur

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે રિવર રાફ્ટિંગ સાઈટની મુલાકાત લીધી તેની આ છે વિશેષતા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!