હવે 350નો LED બલ્બ 40 રૂપિયામાં કઈ રીતે વેચાય છે તેવો સવાલ ન પૂછતા…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને ગત કોંગ્રેસ સરકાર પર પ્રહાર કર્યો છે. છેલ્લા સાડા ચાર વર્ષમાં એક કરોડ 30 લાખ મકાનનું પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ થયું છે. અને જુની સરકારોએ માત્ર 25 લાખ મકાનો બનાવ્યા છે. પીએમ મોદીએ પોતાની સરકારના વખાણ કરતા કહ્યું કે તેઓએ જેટલુ કામ કર્યું છે. તેટલુ કામ તેઓને કરવુ હોય તો વર્ષોના વર્ષ લાગે.

કેન્દ્ર સરકારે લાગુ કરેલી નોટબંધી પર વિપક્ષ અવાર નવાર સવાલ ઉઠાવે છે. તેનો જવાબ પણ પીએમ મોદીએ સુરતમાં આપ્યો હતો. મોદીએ કહ્યું હતું કે, નોટબંધીના કારણે આજે સવાલ ઉઠાવવામાં આવે છે. પરંતુ સવાલ તે મધ્યમવર્ગના યુવાનોને પણ પૂછવો જોઈએ કે જેમનુ ઘરના ઘરનુ સ્વપ્ન પૂર્ણ થયું છે. નોટબંધી બાદ રિયલ એસ્ટેટમાં મકાનના ભાવ સસ્તા થયા છે. અને ઘરા ઘરનુ મધ્યમ પરિવારનું સ્વપ્ન પૂર્ણ થયુ છે.

સુરતમાં નરેન્દ્ર મોદીએ કટાક્ષમાં કોંગ્રેસના પંજા પર પ્રહાર કર્યો હતો. દેશમાં સાડા ચાર વર્ષમા 32 કરોડ એલઈડી બલ્બ વેચાયા છે. અને હવે 350નો એલઈડી બલ્બ 40 રૂપિયામાં કઈ રીતે વેચાય છે. તેવો સવાલ ન પૂછતા તેમ કહીને કટાક્ષ કરતા કહ્યુ કે, તેનો જવાબ રાજીવ ગાંધી આપીને ગયા છે. 85 પૈસ કયો પંજા ખાતો હતો તે દુનિયા જાણે છે.

સુરતમાં પીએમ મોદીએ જનતા મહાગઠબંધન પર મોઘમ પ્રહાર કરતા પૂર્ણ બહુમતની શક્તિનું મહત્વ જણાવ્યું છે. તેઓએ કહ્યુ હતુ કે, 30 વર્ષમાં દેશમાં ત્રિશંકુની સરકાર રહી. અને તોડજોડ કરીને સરકાર ચલાવવામાં આવી. અને દેશમાં અસ્થિરતાનો માહોલ રહ્યા. જોકે, સાડાચાર વર્ષ બાદ દેશવાસીઓએ 30 વર્ષ જુની ત્રિશંકુની બિમારીને દેશથી મુક્ત કર્યો. અને અમારી પૂર્ણ બહુમતની સરકારે નિર્ણયાત્મક કામો કરી દેશને આગળ વધાર્યો છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter