GSTV

હવે પ્રોફેશ્નલ લોકો પણ આવશે GSTનાં સિમાંકનમાં, સરકાર કરી રહી છે તૈયારી

દેશમાં GST મામલે રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે આ મામલે સરકાર એવો નવો ખુલાસો કરવા જઈ રહી છે. ત્યારે GSTનાં આ સિમાંકનમાં વધુ પ્રોફેશ્નલ લોકો જોડાય તેવા પ્રયત્ન સરકાર કરી રહી છે.

જેમાં પ્લંબર, ઈલેકટ્રીશયન અને બ્યૂટિશિયન જેવા પ્રોફ્શ્નલ લોકોને જીએસટીમાં દાખલ કરવામાં આવશે. આ સિમાંકનમાં એ લોકો સામેલ થશે કે જે ઓનલાઈન લિસ્ટેડ છે. જેમને ગિગ ઈકોનોમી વર્કર્સ (Gig Economy Workers) અંતર્ગત ઔપચારિક સિમાંકનમાં લવાશે.

કેન્દ્ર સરકારની ઈકાઈ ડિપાર્ટમેન્ટ ફોર પ્રોમોશન ઓફ ઈન્ડસ્ટ્રી (DPIIT) આ મામલે વિચાર કરી રહ્યા છે. જેમાં અર્બનક્લેપ, HouseJoy અને Bro4U જેવાં ઓનલાઈન માર્કેટપ્લસને GSTનાં સિમાંકનમાં લાવી શકાય તેવા સતત પ્રયત્નો પણ ચાલી રહ્યા છે. જેમાં એ તમામ લોકો શામેલ થાયે જેમની પાસે જીએસટી નંબર છે.

જોકે આ ઓનલાઈન પ્લેટફોર્મ સાથે જોડાયેલા પ્લંબર્સ, ઈલેકિટ્રશિયન અને ફિટનેસ ટ્રેનર્સની વાર્ષિક આવક જો 40 લાખ રૂપિયાથી ઓછી હોય તો તેમણે જીસેટી નહી ચૂકવાવાનો, એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર આ કામ એટલા માટે કરી રહી છે આ તમામ પ્રોફેશનલ્સનો એક ડેટા બેઝ તૈયાર કરી શકે.

વર્તમાન સમયમાં એવા પ્રોફેશનલ્સ છે કે જેમને ત્રિમાસિક ફાઈલિંગની જરૂર નથી. જો તેઓ આ નેટર્વક પર રજિસ્ટર્ડ છે તો કોઈ અપ્રિય ઘટનાની સ્થિતીમાં તેમને ટ્રેસ કરવા સરળ રહેશે.

READ ALSO

Related posts

લોકડાઉનમાં સિનેમા સંચાલકોની હાલત કફોડી, સિનેમા ક્યારે શરૂ થશે તે પણ હજુ નક્કી નથી

Nilesh Jethva

VIDEO: હવામાં ઉડતા વિમાનો તો જોયા હશે, પણ તે કેમેરામાં કઈ રીતે કેદ થાય છે જોયુ છે ક્યારેય !

Pravin Makwana

કોરોના ટેસ્ટિંગમાં ઘાલમેલઃ સરકારી રિપોર્ટમાં નેગેટીવ તો પ્રાઈવેટ લેબમાં પોઝીટીવ, ક્યો રિપોર્ટ સાચો ને ક્યા આધારે કરાવવી સારવાર?

Karan
Do NOT follow this link or you will be banned from the site!