GSTV
Home » News » ભાજપમાં જનારા કોંગ્રેસીઅોની હાલત ન ઘરના ન ઘાટના જેવી, કોઈ ભાવ પૂછનાર નથી

ભાજપમાં જનારા કોંગ્રેસીઅોની હાલત ન ઘરના ન ઘાટના જેવી, કોઈ ભાવ પૂછનાર નથી

ભાજપના નાના-મોટા નેતાઓ હંમેશા કોંગ્રેસને ગાળો ભાંડતા હોય છે. કોંગ્રેસ જાતિવાદી છે. સમાજમાં વેરઝેર ફેલાવે છે અને તૃષ્ટિકરણની રાજનીતિ રમે છે. આ પ્રકારની અનેક વાતો કહી છે. આમ છતાં આશ્ચર્યની વાત એ છે કે સમયાંતરે ભાજપ કોંગ્રેસના જ નેતાઓને ભાજપમાં લઇ લે છે. એટલું જ નહી, લીધા બાદ તુરંત કોઈ હોદ્દો કે પદ આપી દે છે. પરંતુ પોતે સમય બાદ આવા નેતાઓને હાંસીયામાં ધકેલી દે છે. કોંગ્રેસમાં એક સમયે જેમનો દબદબો હતો એવા ભાજપમાં ગયેલા કેટલાય નેતાઓ આજે ક્યાં છે શું કરે છે તે કોઈ જાણતું નથી.

એક દિવસ પહેલા જ કોંગ્રેસનાં કુંવરજી બાવળીયાને ભાજપે લઇને તેને કેબીનેટ મંત્રી બનાવી દીધા છે. ગત વિધાનસભાની ચૂંટણી પહેલા પણ કોંગ્રેસમાંથી બળવો કરીને ૯ જેટલા ધારાસભ્યો ભાજપમાં ગયા હતા. જેમાંથી એક કે બેને બાદ કરતા મોટાભાગનાં ચૂંટણી હારી ગયા છે. જેમાં અમુક ખૂબ જ સીનિયર તો અમુક નેતાઓની સમાજમાં ખુબ જ સારી છાપ અને પ્રતિષ્ઠા હતી. જો તેઓ કોંગ્રેસમાંથી જ ચૂંટણી લડયા હોત તો જીતી ગયા હોત. એનો સીધો અર્થ એ થયો  હવે પ્રજા પણ આવા બળવાખોરોને સ્વીકારતી નથી.

મતદારો ખૂબ જ મેચ્યોર થઇ ગયા છે. આવા નેતાઓને હરાવીને તેઓ ભાજપને પણ ‘બોધપાઠ’ આપી દે છે. ભાજપ માત્ર પોતાના દમ પર સરળતાથી ચૂંટણીજીતી શક્તું નથી. માટે જ દર ચૂંટણીમાં તેમજ પાંચ વર્ષ દરમિયાન પણ કોંગ્રેસમાં મોટું માથુ ગણાતા નેતાને ભાજપમાં લઇ લે છે. આ રીતે ભાજપ કોંગ્રેસની પરંપરાગત વોટબેન્કને તોડીને વધુ બેઠકો મેળવે છે. કોંગ્રેસનાં દિગ્ગજ નેતાઓને લીધા બાદ શરૃઆતમાં તેમનું ધ્યાન રાખી માનમોભો પણ અપાય છે. ત્યારબાદ આવા નેતાઓનો કોઈ ભાળ પણ પૂછાતો નથી. સાવ સામાન્ય પદ આપી તેમને ખૂણામાં બેસાડી દેવાય છે.

કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા નેતાઓની કફોડી હાલત

૧.    નરહરિ અમીન

૨.    છબીલ પટેલ

૩.    વિઠ્ઠલ રાદડીયા

૪.    જયેશ રાદડીયા

૫.    જશા બારડ

૬.    દેવજી ફતેપરા

૭.    રાઘવજી પટેલ

૮.    સી.કે.રાઉલજી

૯.    રામસિંહ પરમાર

૧૦.    બાવકુ ઉંધાડ

૧૧.    તેજશ્રી પટેલ

૧૨.    અમિત ચૌધરી

નોંધ : કોંગ્રેસમાંથી નીકળી જનારા શંકરસિંહ વાઘેલા અને તેમના પુત્ર મહેન્દ્રસિંહ રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને મત આપ્યા હતા. બન્ને નેતાઓ ભાજપમાં જોડાયા નથી પણ ભાજપને તમામ મદદ કરે છે. જયેશ રાદડિયા માત્ર અપવાદ છે.

 

Related posts

અમદાવાદમાં ઝુંપડાવાસીઓ હાથમાં બેનરો સાથે રેલી યોજી દેખાવો કર્યા

Nilesh Jethva

પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવતી અમૂલ્યા પર રાજદ્રોહનો કેસ દાખલ

Pravin Makwana

નમસ્તે ટ્રમ્પ અભિવાદન કાર્યક્રમમાં વિરમગામનું શરણાઈ ગ્રુપ સંગીત રેલાવશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!