ખાખી વર્દીમાં દેખાતી પોલીસનો હવે આખોય લૂક બદલાઇ જશે. ટ્રાફિક પોલીસથી માંડીને બોમ્બ ડિસ્પોઝલ સ્કોવોર્ડ સહિત પોલીસનો યુનિફોર્મ અલગ અલગ હશે. આ યુનિફોર્મના કલરથી માંડીને બેલ્ડ ડિઝાઇનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે હવે પોલીસમેનોએ યુનિફોર્મ પર જિલ્લાનુ નામ પણ ગુજરાત પોલીસની ય્ઁ તરીકે કોમન બેઝ લગાવવાનો રહેશે. ગુજરાત પોલીસના યુનિફોર્મની એકસૂત્રતા જળવાય તે માટે રાજ્યના ગૃહમંત્રાલય આ મુદ્દે લીલીઝંડી આપી છે.
વર્દી પર લખવામાં આવશે ‘ગુજરાત પોલીસ’
ગુજરાતમાં અત્યાર સુધી પોલીસ કર્મચારીઓ તેમના યુનિફોર્મ પર જે તે જિલ્લાના નામ સાથેનો શોલ્ડર બેઝ લગાવતા હતાં જેથી કયા જિલ્લાની પોલીસ છે તેની ઓળખ થતી હતી. હવે રાજ્ય ગૃહવિભાગે એવો નિર્ણય કર્યો છે કે, લોકરક્ષક,પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલોએ યુનિફોર્મ પર ડિસ્ટ્રીક્ટ બેઝ નહી પણ ગુજરાત પોલીસ એટલે કે ય્ઁ લખેલો બેઝ લગાવવો પડશે.
નેમ પ્લેટમાં થવા જઈ રહ્યો છે સુધારો
હવે પોલીસની નેમ પ્લેટમાં સુધારો થવા જઇ રહ્યો છે કેમ કે, હવે પોલીસ કર્મચારીઓ તેમની નેમ પ્લેટમાં પોતાનુ નામ ઉપરાંત જિલ્લાનુ ય નામ લખવુ પડશે. અત્યાર સુધી શોલ્ડર બેઝમાં જિલ્લાનુ નામ લખાતુ હતું. આ ઉપરાંત રાષ્ટ્રપતિએ ગુજરાત પોલીસને પોલીસ નિશાન એનાયત કર્યુ છે તે હવે પોલીસ યુનિફોર્મમાં ન્યૂ લોગો તરીકે હશે. આ કારણોસર ગુજરાતમાં કોઇપણ જિલ્લાના પોલીસ કર્મચારી એક યુનિફોર્મમાં દેખા દેશે.
Read Also
- IT વિભાગનું એક્શન! એશિયન ગ્રેનિટોના દરોડામાં ૨૦ કરોડની રોકડ ઝડપાઈ, વધુ ૧૩ લોકર મળી આવ્યા
- Bank Holidays/ જૂન મહિનામાં 12 દિવસ બંધ રહેશે બેંકો, બેંકિંગ સંબંધિત કામ અટકી ન જાય માટે જાણી લો રજાઓનું લિસ્ટ
- બોલીવુડ ફિલ્મને લઇ વધુ એક વિવાદ, હવે લાલસિંહ ચડ્ઢાની રિલીઝ પહેલા પોસ્ટર બાળ્યા
- AMCની તિજોરી છલકાઈ! તંત્રે ટેકસથી વસૂલ્યા 491 કરોડ, મિલકતવેરા પેટે 125 કરોડથી વધુની આવક પશ્ચિમ વિસ્તારોમાંથી થઈ
- થિયેટરોમાં માત્ર એક જ ફિલ્મની બોલબાલા, ધાકડ પછી આયુષ્માન ખુરાનાની અનેક પણ ખરાબ રીતે પીટાઈ