GSTV

કચ્છથી આરબ દેશમાં મોકલાયેલા ઘેટાં-બકરાં મામલે હવે સરકાર જાગી

કચ્છના તુણા બંદરેથી કતલ માટે આરબ દેશોમાં મોકલાયેલા ઘેટાં-બકરાં મામલે જીએસટીવીના અહેવાલ બાદ સરકાર જાગી છે. સરકારે આ મામલે કંડલાના કસ્ટમ વિભાગને નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે. નોટિસમાં ઉલ્લેખ કરાયો છે કે ઘેટાં-બકરાંની નિકાસ માટે નિયમોનું પાલન નથી કરાયું. આથી કયા આધારે ઘેટાં-બકરાં નિકાસ કરવામાં આવ્યા તેનો જવાબ આપવામાં આવે. ગુજરાત એનિમલ વેલફેર બોર્ડે કંડલા કસ્ટમ વિભાગને આ નોટિસ આપી છે. ઉલ્લેખનિય છે કે ચોથી ડિસેમ્બરે જીએસટીવીએ અહેવાલ પ્રસારિત કર્યો હતો કે નિયમોને નેવે મુકીને કચ્છના તુણા બંદરેથઈ લાખો ઘેટાં-બકરાંને કતલ માટે આરબ દેશોમાં મોકલાઈ રહ્યા છે.

Related posts

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કથાકાર રમેશભાઇ ઓઝા સાથે પણ ડેશબોર્ડના માધ્યમથી વાતચીત કરી

pratik shah

કોરોનાનો કહેર: રાજ્યના પુરવઠા વિભાગે લીધા મહત્વનાં નિર્ણયો

pratik shah

વિદેશ રહેતા ત્રણ દિકરાની વિકટ પરિસ્થિતિ, માતાનાં અંતિમ સંસ્કાર માટે લૉકડાઉનના કારણે આવી નથી શકતા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!