GSTV
Ahmedabad Trending ગુજરાત

અમદાવાદના રોગચાળાના સકંજામાં હવે ખુદ ડૉક્ટરો પણ આવી ગયા, જાણો ઘટના

અમદાવાદ કોર્પોરેશનના આરોગ્યખાતાની ઢીલી કામગીરીને કારણે નાગરિકો તો રોગનો ભોગ બન્યા છે સાથે સાથે દર્દીઓને સાજા કરનારા ડોક્ટર્સ પણ મચ્છરજન્ય રોગનો ભોગ બન્યા છે. ચાલુ સીઝન દરમિયાન સિવિલ હોસ્પિટલના 8 અને વી એસ હોસ્પિટલમાં ત્રણ ડોક્ટરને મચ્છરજન્ય રોગ એટલે કે ડેન્ગ્યું અને મલેરિયા થતા સારવાર લેવાની ફરજ પડી હતી. ડોક્ટરો રોગનો ભોગ બન્યા છે. ડોક્ટરો પણ આરોગ્યખાતાની કામગીરીથી નારાજ છે પરંતુ પગલાં લેવાની બીકે સામે આવતા નથી.

ડોક્ટરો રોગનો ભોગ બનવા માટે આરોગ્યખાતુ હોસ્પિટલમાં જરૂરી સફાઇનો અભાવ, મચ્છરનો ઉપદ્રવ વગેરે કારણો જવાબદાર ગણાવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ સરકારી હોસ્પિટલ્સના ડોક્ટર્સ રોગચાળામાં સપડાયા હતા. રાજ્યમાં સ્વાઇન ફલૂનું સંકટ વધુને વધુ ઘેરતું બનતું જઇ રહ્યુ છે. એક પછી એક દર્દીઓના મોત થઇ રહ્યા છે આ સ્થિતિની વચ્ચે આરોગ્ય વિભાગનો દાવો છે કે  છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સ્વાઇન ફલૂથી એક પણ દર્દીનું મોત થયુ નથી.

રાજ્યમાં અત્યારસુધીમાં આરોગ્ય વિભાગના દાવા મુજબ કુલ 36 દર્દીઓના મોત થયા છે. 1 સપ્ટેમ્બરથી અત્યારસુધીમાં કુલ 1,374 જેટલા સ્વાઇન ફલૂના કેસ નોંધાયા છે. આજના દિવસની વાત કરીએ તો રાજ્યમાં આજે કુલ 36 જેટલા નવા કેસ નોંધાયા છે. જેમાં 1 સપ્ટેમ્બરથી ગઈકાલ  સુધીમાં અમદાવાદ ખાતે સૌથી વધુ 584 કેસ નોંધાયા છે.

Related posts

આજનું પંચાંગ તા.7-10-2022, શુક્રવારઃ ત્રયોદશી ક્ષયતિથિ, જાણો ચોઘડિયા અને શુભ મુહુર્ત

Hemal Vegda

07 ઓક્ટોબર, 2022નું રાશિ ભવિષ્ય: આ રાશિના જાતકો પર થશે લક્ષ્મીજીની કૃપા, ભાઈભાંડુઓનો મળશે સાથ-સહકાર

Hemal Vegda

21.33 લાખ વીજ જોડાણધારકોને મળી રાહત! HT અને LT વીજ જોડાણની સિક્યોરિટી ડિપોઝિટમાં કોઈ જ વધારો નહિ થાય, જાણો શું હતી માંગણી

pratikshah
GSTV