હવે દેશી દારૂ ખાલી નશો કરવા પૂરતો જ સિમિત નથી રહ્યો, ખેડૂતોએ સરકારને પણ નવો રસ્તો ચીંધ્યો

પશ્ચિમ યુપીના બુલંદશેર અને બિજનૌર જિલ્લાના ખેડૂતો આ દિવસોમાં ખેતીની એક નવી ટેકનીક અપનાવી રહ્યા છે. તેઓ તેમના ક્ષેત્રોમાં દેશી દારૂ છાંટવાની તૈયારી કરી રહ્યા છે. તેઓ માને છે કે આનાથી બટાકાનાં અને શેરડીનાં પાકની ઉપજમાં ખૂબ વધારો થાય છે. બટાકાના કદમાં વધારો થવાથી ઓછા સમયમાં વધુ ઉપજ મળે છે અને શેરડી માટે તે જંતુનાશક તરીકે કામ કરે છે.

કૃષિ વિભાગના અધિકારીઓ ખેડૂતોનાં આ અભિપ્રાય સાથે બિલકુલ સહેમત નથી. તેઓનું કહેવું છે કે આલ્કોહોલમાં વધારાનાં ઉત્પાદનની કોઈ ભૂમિકા નથી. પરંતુ ખેડૂતો તેનો ઉપયોગ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.

બુલંદશેરના બોહિછ ગામના નિવાસી ખેડૂત લોકેશ શર્મા સમજાવે છે કે ” છ વીઘા બટાટાના પાકમાં છાંટવા માટે દેશી દારૂની એક ક્વાર્ટર બોટલ પૂરતી છે.” મારી પાસે 10 એકર જમીન છે, જેમાં મેં 500 રૂપિયા ખર્ચ્યા છે. ટૂંકા ગાળામાં મોટા બટાકાનું વધુ ઉત્પાદન મેળવવામાં મને ખૂબ જ ફાયદો થયો છે. ‘

તેવી જ રીતે, બુલંદશેરના જમાલપુર ગામના ખેડૂત જ્ઞાની સિંઘ કહે છે કે, “જ્યારે મેં સૌપ્રથમ આ વાત વિશે સાંભળ્યું, ત્યારે મેં થોડા ડર સાથે આ પ્રયોગ કરવાનો નિર્ણય લીધો. એક વીધા બટાકાના ખેતરમાં દારૂ અને પાંચ વીધા ખેતરમાં ખાતરનો ઉપયોગ કર્યો. અને અંતે પરિણામો આશ્ચર્યજનક હતા. ખાતરનાં છંટકાવના ખેતરમાં થયેલા બટાકા કરતા દારૂવાળા બટાકા ઘણાં મોટા હતી. અને તુલનાત્મક રીતે સમય પણ ઓછો લે છે. મેં એક વીઘા ખેતરમાં દેશી દારૂની બે ક્વાર્ટર બોટલનો ઉપયોગ કર્યો હતો. ‘

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter