GSTV
Ahmedabad India News ગુજરાત

કૂતરાનાં ખસીકરણનો ભાવ સાંભળશો તો તમે ચકરાવે ચડશો, પૂર્વ અને પશ્ચિમ ઝોનના પણ અલગ ભાવ

અમદાવાદમાં રખડતા કુતરાના ખસીકરણ પાછળ હવે કોર્પોરેશનનો ખર્ચ વધી જશે. નવા કરારમાં પહેલાં કરતા વધુ રકમ ચૂકવામાં આવશે. પહેલાં જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો તેમા  એક કૂતરાના ખસીકરણ માટે 636 રૂપિયા ચૂકવામાં આવતા હતા. જેને બદલે હવે હવે તંત્ર દ્વારા રખડતાં કૂતરાંના ખસીકરણ અને રસીકરણની કામગીરી માટે મંજૂર કરાયેલા નવા ટેન્ડર મુજબ પ્રતિ રખડતાં કૂતરાંદીઠ રૂ.ર૦૦થી રપ૦નો વધારો અપાયો છે.

પૂર્વ અને ઉત્તર ઝોનમાં આ કામગીરી માટે 860 જ્યારે નવા પશ્ચિમ ઝોનમાં  900 રૂપિયા ચૂકવવામાં આવશે. ભાવ વધારો આપવા પાછળ તંત્રનું કહેવું છે કે જૂના ભાવ 2012માં નક્કી થયા હતા અને તેમાં  કૂતરાંને પકડીને લઇ જવા માટે વાહનો આપવામાં આવતા હતા પણ હવે વાહનો આપવામાં અાવશે નહીં. છેલ્લા કેટલાય વર્ષોથી કોર્પોરેશન કૂતરા ખસીકરણ પાછળ કરોડો રૂપિયા ખર્ચ્યા છે પણ કૂતરાની સમસ્યા દૂર થઇ નથી. કૂતરાઅોનું ખસીકરણ થયું કે કેમ તે તે તો તપાસનો વિષય છે પણ ખસીકરણ કરનારી સંસ્થાએ કમાણી કરી લીધી અને હવે નવા ભાવ સાથે કામ કરનારી સંસ્થાઓ ને જલસા પડશે.

Related posts

રાજકીય સંકટ વચ્ચે ગુવાહાટીના કામાખ્યા મંદિરના દર્શને પહોંચ્યા એકનાથ શિંદે, ફ્લોર ટેસ્ટમાં સામેલ થવા આવશે મુંબઇ

Bansari Gohel

રથયાત્રા માટે સરસપુરની પોળમાં પ્રસાદની તૈયારી શરૂ, 1500 કિલો સ્વાદિષ્ટ મોહનથાળ તૈયાર તો પૂરીઓની થઈ ગઈ શરૂઆત

pratikshah

અમદાવાદની યાત્રાનું અનેરું આકર્ષણ, રથયાત્રા માટે 350 જેટલા સમાજો સાથે બેઠકો કરવામાં આવી

pratikshah
GSTV