GSTV

ખાણી-પીણીના કોઈ વધારે ભાવ માગે તો અોનલાઇન ફરિયાદ કરો, જાણો તમારા હક

Last Updated on April 13, 2018 by Karan

હવે સામાન્ય લોકો પણ તેમના વિસ્તારના ખાણી-પીણીના ભાવ વિશે સીધી રીતે સરકાર સાથે વાત કરી શકશે, તેમજ ગ્રાહક બાબતોના મંત્રાલય હવે સીધી રીતે જ  સામાન્ય લોકો પાસેથી તેમની આસપાસ વહેંચાતી આવશ્યક વસ્તુઓની કિંમત જાણવા માંગે છે. આ માટે મંત્રાલયે તેમની વેબસાઈટ પર આ પ્રકારની એક સેવા શરૂ કરી છે.

કોઈ પણ વ્યક્તિ કે ગ્રાહક મંત્રાલયની આ વેબસાઈટ પર જઈને રજિસ્ટ્રેશન કરાવી શકે છે. તે માટે https://consumeraffairs.nic.in/pmc ની સાઈટ પર જઈને એક વખત રજિસ્ટ્રેશન કરાવીને પોતાનો આઈ-ડી તેમજ પાર્સવડ મેળવી શકે છે. આ રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ કોઈપણ વ્યક્તિ સામાન્ય જરૂરિયાતની ૨૨ વસ્તુઓની જથ્થાબંધ તેમજ છૂટક વસ્તુઓની કિંમતને દરરોજ અપલોડ કરી સરકારને તેના વિશેની માહિતી આપી શકે છે.

આ પ્રક્રિયાથી સરકારને આ આવશ્યક ચીજવસ્તુઓના મૂલ્યનો વધુ ચૌક્કસ આંકડો પહોંચાડવા માટે શકય બનશે. હાલ મંત્રાલય પ્રાઈસ મોનિટરિંગ સેલ સાથે જોડાયેલ ખાવા-પીવાની ૨૨ આવશ્યક વસ્તુઓના જથ્થાબંધ તેમજ છૂટક કિંમતના આંકડાને દરરોજ એકત્ર કરે છે. આ કાર્ય સમ્રગ દેશમાં ફેલાયેલ ૧૦૧ કેન્દ્રો દ્વારા કરવામાં આવે છે. તેમજ જે ૨૨ આવશ્યક વસ્તુઓના આંકડા એકત્ર કરવામાં આવે છે, તેમાં અનાજ, દાલ, ખાદ્ય તેલ, શાકભાજી, અને અન્ય ખાંડ, ગોળ, દૂધ, ચા, તેમજ મીઠાનો પણ સમાવેશ થાય છે.

ઘણા લાંબા સમયથી આ વ્યવસ્થામાં સુધારો લાવવા માટે તેમજ તેને વધુ વ્યાપક બનાવવા પર ગ્રાહક બાબતોના મંત્રાલય વિચારણા કરતા હતા. પ્રાઈસ મોનિટરિંગ માટે બનેલ સિક્યોરિટીઝ કમિટીએ પણ લોકો પાસેથી સીધી કિંમતની માહિતી એકત્ર કરવાની ભલામણ કરી હતી. ગ્રાહક બાબતોના મંત્રી રામ વિલાસ પાસવાને મંત્રાલયના અધિકારીઓને આ મુદ્દે સૂચના આપી હતી.

Related posts

અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાવાજોડાને લઇ એલર્ટ, મા ચામુંડા નામની બોટ પાણીમાં ડૂબી પણ 8 ખલાસીઓનો આબાદ બચાવ

pratik shah

અબજોપતિ એલન મસ્કે ટ્વીટરના નવા CEO પરાગ અગ્રવાલની સરમુખત્યાર સાથે કરી સરખામણી, નેટિઝન્સે લીધી મજા

Zainul Ansari

Stock Market Closed / શેરબજારમાં જબરદસ્ત તેજી; સેન્સેક્સ 776 પોઈન્ટના ઉછાળા સાથે બંધ, નિફ્ટી 17400ના સ્તરે

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!