હવે થોડો સમય માટે કેશબેક લઈ લો, પછી તો આમ પણ….

કેશબેક અને સસ્તી વસ્તુ તમે થોડો સમય માટે ખરીદી લો. કદાચ પછી એ દિવસો આવે કે નહીં એમાં શંકા છે. વિદેશી રોકાણવાળી ઈ-કોમર્સ કંપની માટે કેન્દ્ર સરકારે નિયમ સખ્ત કર્યા છે. સરકારે ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવી કંપનીઓને એક્સક્લૂસિવ ડીલ ઓફર ન કરવા જણાવ્યું છે. આ કારણે વસ્તુઓની કિંમત પર અસર પડે છે. આ સિવાય કંપનીઓ પોતાનો હિસ્સો હોય તેવી અન્ય કંપનીઓની પ્રોડકટ વેચી શકશે નહિ. ઓનલાઈન રિટેલમાં એફડીઆઈની સંશોધિત નીતી ફેબ્રુઆરી 2019થી લાગુ થશે. તેમાં કહેવામાં આવ્યું છે કે ઈ-કોમર્સ કંપનીઓ તમામ વેન્ડર્સને કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર એક જેવી જ સર્વિસ ઉપલબ્ધ કરાવે.

પોલીસીમાં કહેવામાં આવ્યું છે કે કોઈ પણ વેન્ડરને એક ઈ-કોમર્સ કંપનીના પ્લેટફોર્મ પર પોતાની ઉત્પાદન 25 ટકાથી વધુનો હિસ્સો વેચવાની પરવાનગી નથી. ઈ-કોમર્સ કંપનીઓ કોઈ પણ ડિસ્ટ્રીબ્યુટર્સને તેની પ્રોડકટને માત્ર પોતાના જ પ્લેટફોર્મ પર વેચવાનું નહિ જણાવે.

ખરીદનારને આપવામાં આવનાર કેશ બેકનો ફાયદો નિષ્પક્ષ અને ભેદભાવ રહિત હોવા જોઈએ. કંપનીઓએ આ ગાઈડલાઈન્સના પાલન અંગે દર વર્ષે 30 સપ્ટેમ્બરે આરબીઆઈમાં સર્ટિફિકેટ જમા કરાવવાનું રહેશે. નિયમોમાં સંશોધનનો હેતું ઘરેલુ કંપનીઓના હિતોની રક્ષા કરવાનો છે. ઈ-કોમર્સ કંપનીઓ દ્વારા ખરીદનારને મોટા પ્રમાણમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે તે અંગે ઘરેલું કારોબારીઓ ફરીયાદ કર્યા કરે છે. ધીમે ધીમે બધી કંપનીઓ આ નવી નિતીનો સ્વીકાર કરવા તરફ પગલા માંડશે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter