GSTV

હવે એમેઝોન પણ પિરસશે ભોજન, Swiggy-Zomato સાથે થશે સીધી ટક્કર

ભારતીય ફૂડ ડિલિવરી બિઝનેસથી ‘ઉબર’ના નિકળી ગયા બાદ હવે એક નવો પ્લેયર તેની જગ્યા લેવા જઈ રહ્યો છે. કરયાણાનો સામાન વેચનાર ઈ-કોમર્સ કંપનીએ ભારતમાં દસ્તક આપવાની તૈયારી કરી લીધી છે. માનવામાં આવી રહ્યું છે કે તેનો સીધો મુકાબલો સ્વિગી અને ઝોમેટોથી થશે. પાછલા અમુક સમયથી એમેઝોને ફૂલ ડિલીવરીના બિઝનેસમાં આવવાના સંકેત આપ્યા હતા.

હવે એમેઝોન પણ પિસશે ભોજન 

ઈ કોમર્સ કંપની એમેઝોને યોજનાબદ્ધ રીતે ફૂડ બિઝનેસમાં પગ મુકવાનો નિર્ણય કર્યો છે. ટ્રાયલ માટે તેણે હાલમાં બેંગ્લોરના અમુક વિસ્તારોમાં સેવા શરૂ કરી છે. આવતા મહિનાથી કંપની ગ્રાહકોને ફૂડ સર્વિસ ડોર-ટૂ-ડોર આપવા લાગશે. એમેઝોનની આ સેવા ‘એમેઝોન પ્રાઈમ નાઉ’ અને ‘એમેઝોન ફ્રેશ પ્લેટફોર્મ’ પર હશે. ખાસ વાત એ છે કે એમેઝોન આવા સમયમાં ફૂડ ડિલીવરી બિઝનેશમાં ઉતરવા જઈ રહ્યું છે જ્યારે સ્વિગી અને ઝોમેટો બચવા માટે ઝઝૂમતા જોવા મળી રહ્યા છે. ગ્રાહકોને આપવામાં આવતું ડિસ્કાઉન્ટ ઘટાડીને બન્ને કંપનીઓ પોતાના ખર્ચને ઓછો કરવાની કોશિશમાં છે. પરંતુ જાણકારોનું કહેવુ છે કે એમેઝોને મોટી યોજના હેઠળ ફૂડ ડિલીવરી બિઝનેસમાં પગ મુક્યો છે.  

મોટી યોજનાની સાથે છે તૈયારી

કંપની ગ્રોસરી, ઈલેક્ટ્રોનિક્સથી લઈને ઘરેલુ સામાનોના બિઝનેસમાં પહેલાથી છે માટે તેની પાસે ગ્રાહકો સુધી પહોંચવાની ક્ષમતા છે. માટે ગ્રાહકોને ઝડપી સેવા પહોંચાડવામાં મુશ્કેલી નહીં થાય. થઈ શકે છે કે કંપની આકર્ષિત કરવા માટે ગ્રાહકોને ખૂબ વધુ છુટ આપે. જેના કારણે તેમના બિઝનેસને ગતી મળે. પરંતુ તે પહેલાના માર્કેટ રૂઝાન કંઈક અલગ દર્શાવે છે. ટકી રહેવા માટે સ્વિગી અને ઝોમેટોએ ગ્રાહકોને આપવામાં આવતુ ડિસ્કાઉન્ટ પહેલા જ ખૂબ વધારી દીધું છે. સ્વિગી એક તરફ ફૂડ બિઝનેસને વિસ્તાર આપતા ‘ક્લાઉડ કિચન’ને પોતાની સાથે જોડી રહ્યું છે ત્યાં જ ઝોમેટો ‘પ્રોજેક્ટ કિસાન’ પર કામ કરી રહ્યું છે. એવામાં થઈ શકે છે કે ફૂજ બજારમાં એન્ટ્રી બાદ એમેઝોનના ફૂડ બિઝનેસમાં મુશ્કેલીઓ આવે.

Read Also

Related posts

લોકડાઉનમાં પોલીસ સાથે રમત રમવી યુવકને પડી ભારે, પોલીસના લોગો વાળું ટી શર્ટ પણ આવ્યું કામ

Nilesh Jethva

ભરૂચ નગરપાલિકાના કર્મચારીઓએ લોકડાઉનના ઉડાડ્યા લીરેલીરા, પોલીસે કરી કાર્યવાહી

Nilesh Jethva

Lockdown તોડીને બહાર નિકળ્યા તો કોઈ નાની મોટી સજા નહીં થશે આટલા વર્ષોની જેલ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!