GSTV

કોંગ્રેસમાં ગૃહયુદ્ધ વધ્યું, કદાવર નેતાએ મોદી સરકારનું ખુલ્લેઆમ કર્યું સમર્થન

Last Updated on February 18, 2020 by Karan

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અભિષેક મનુ સિંઘવીએ મંગળવારે લેબર પાર્ટીના બ્રિટિશ સાંસદ ડેબી અબ્રાહમ્સને દિલ્હી એરપોર્ટથી પરત મોકલવાના સરકારના નિર્ણયને સાથ આપ્યો છે. તેઓએ કહ્યું કે આ પગલું જરૂરી હતું કેમકે તેઓ પાકિસ્તાનના પ્રોક્સી છે. અબ્રાહમ્સને સોમવારે દિલ્હી એરપોર્ટની બહાર જ આવવા દીધા ન હતા, તેઓ દુબઈથી ભારત આવી હતી.

અભિષેક મનુ સિંઘવીએ ટ્વીટ કરી લખ્યું કે ભારત દ્વારા ડેબી અબ્રાહમને પરત મોકલવાનું ઘણું જરૂરી હતું કેમકે તેઓ માત્ર સાંસદ ન હતા પરંતુ પાકિસ્તાનની પ્રોક્સી પણ હતી. તેઓને પાકિસ્તાન સરકાર અને આઈએસઆઈની સાથે સંબંધ રાખવા માટે ઓળખવામાં આવે છે. ભારતની સંપ્રભુતા પર હુમલો કરવાના પ્રયાસ કરવાના તમામ પ્રયાસને નિષ્ફળ બનાવવા જોઈએ. સિંઘવીનું આ પ્રકારની પ્રતિક્રિયા ત્યારે સામે આવી છે જ્યારે તેમની પાર્ટીના સાથે નેતા શશિ થરૂરે ડેબીને એરપોર્ટ પર રોકવાના સરકારના નિર્ણયનો વિરોધ કર્યો હતો.

શશિ થરૂરે ટ્વીટ કરી લખ્યું હતું કે જો કાશ્મીરમાં બધું જ યોગ્ય છે તો સરકારે ટીકાકારોને આવી સ્થિતિ સાક્ષી બની રહેવા માટે પ્રોત્સાહિત ન કરવા જોઈએ કે જેથી તેઓ પોતાના ડરને દૂર કરી શકે. અબ્રાહમ્સ કાશ્મીર પર એક સંસદીય સમૂહની અધ્યક્ષતા કરે છે.

તેઓને સોમવારે દિલ્હી એરપોર્ટથી બહારે જ આવવા દીધા ન હતા. જેના પર સરકારે કહ્યું કે તેમના ઈ વીઝાને રદ કરવાની જાણ તેઓને પહેલેથી જ આપવામાં આવી હતી. જ્યારે ડેબી અબ્રાહમ્સનું કહેવું છે કે તેની પાસે ઓક્ટોબર-2020 સુધીના ઈ વીઝા છે.

READ ALSO

Related posts

ભવિષ્યવાણી / દેશમાં ચાલુ મહિને ત્રાટકી શકે છે કોરોનાની ત્રીજી લહેર, નિષ્ણાતોએ આ અંગે આપી મોટી ચેતવણી

Zainul Ansari

જમ્મુમાં સતત મળી આવતા ડ્રોન વચ્ચે સ્ટેશનની નજીક દેખાયા બે શંકાસ્પદ લોકો, પહેર્યો હતો સેનાનો યુનિફોર્મ

Vishvesh Dave

મહારાષ્ટ્ર / શિવસેનાના કાર્યકરોએ મુંબઈ એરપોર્ટ પર કરી તોડફોડ, ‘અદાણી એરપોર્ટ’ના બોર્ડને પહોંચાડ્યું નુકસાન

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!