GSTV

હવે વહુ અને જમાઇએ પણ રાખવી પડશે સાસુ-સસરાની સંભાળ, નહી તો જેલ ભેગા થશો

સરકારે મેન્ટેનન્સ એન્ડ વેલ્ફેર ઓફ પેરેન્ટ્સ એન્ડ સિનિયર સિટીઝન્સ એક્ટ 2007 હેઠળ વૃદ્ધોની સંભાળ લેનારાઓની વ્યાખ્યામાં વધુ વિસ્તૃત વધારો કર્યો છે. હકીકતમાં, કેન્દ્રીય મંત્રીમંડળ તરફ પ્રસ્તાવ આવ્યો છે કે માત્ર પોતાના બાળકો જ નહીં, જમાઈ અને પુત્રની માતા-પિતાની સાર સંભાળ લેવાના એટલા જ જવાબદાર જેટલા પુત્ર.

આ કાયદામાં સુધારાને બુધવારે કેબિનેટ દ્વારા પણ મંજૂરી આપવામાં આવી છે. નવા નિયમમાં માતાપિતા અને સાસુ-સરાને પણ આવરી લેવામાં આવે છે, પછી ભલે તે વરિષ્ઠ નાગરિક હોય કે નહીં. આ બિલ આવતા અઠવાડિયે ગૃહમાં રજૂ થવાની સંભાવના છે. સૂત્રો કહે છે કે મહત્તમ 10,000 રૂપિયાની જાળવણી ખર્ચ આપવાની મહત્તમ મર્યાદા પણ દૂર કરવામાં આવશે.

જો સંભાળ આપનારાઓ તેમ કરવામાં પર નિષ્ફળ જાય, તો તેમના વિરૂધ્ધ ફરિયાદ કરવા તો 6 મહિનાની કેદની સજા થઈ શકે છે, જે હાલ ત્રણ મહિના છે. સારસંભાળની પરિભાષાને બદલવા આમાં ઘરની સલામતી શામેલ કરવા આવી છે. સંભાળ માટેની રકમ વડીલો, માતાપિતા, બાળકો અને સંબંધીઓની જીવનશૈલીના આધારે નક્કી કરવામાં આવશે.

આ દરખાસ્ત પસાર થઈ હોવાનું જણાવી કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે બિલ લાવવાનો હેતુ વડીલોનો આદર સુનિશ્ચિત કરવાનો છે.

સૂચિત ફેરફારોમાં દત્તક લેવાયેલા બાળકો, સાવકા-પુત્રો અને સંભાળ આપનારા પુત્રીઓનો પણ સમાવેશ થાય છે. આ સુધારણામાં “સિનિયર સિટીઝન કેર હોમ્સ” ની નોંધણી માટેની જોગવાઈ છે અને કેન્દ્ર સરકાર સ્થાપન, કામગીરી અને જાળવણી માટે લઘુત્તમ ધોરણો નિર્ધારિત કરશે. ડ્રાફ્ટ બિલમાં ‘હોમ કેર સેવાઓ’ પૂરી પાડતી એજન્સીઓની નોંધણી કરવાની દરખાસ્ત છે. વૃદ્ધો સુધી પહોંચવા માટે, દરેક પોલીસ અધિકારીએ નોડલ અધિકારીની નિમણૂક કરવાની રહેશે.

Read Also

Related posts

VIDEO: આખરે આ વીડિયોમાં એવું તે શું છે કે લાખો લોકો જોઈ રહ્યા છે, તમે પણ જુઓ અને નક્કી કરો આ ભાઈનો પ્લાન શું છે !

Pravin Makwana

આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો પરનો પ્રતિબંધ 31 ઓક્ટોબર સુધી લંબાયો, DGCAએ બહાર પાડ્યો સર્કુલર

Mansi Patel

VIDEO: મહિલાના ઘરમાં નિકળ્યો બે મોઢાવાળો સાપ, અહીં આ વીડિયોમાં જુઓ દુર્લભ પ્રજાતિનો જીવ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!