હવે બેંકના કામમાં ગ્રાહકોની સહાયતા કરશે આ રોબોટ, આ છે કારણ

ખાનગી ક્ષેત્રની અગ્રણી એચડીએફસી બેંકે દિલ્હીના કસ્તૂરબા ગાંધી માર્ગમાં રોબોટ બેન્કિંગની સેવા શરૂ કરી છે. ખરેખર બેંકની આ શાખામાં ઇરા એટલેકે આઈઆરએ (ઈન્ટરએક્ટિવ રોબોટિક આસિસ્ટન્ટ) ઇરાને તેનાત કરવામાં આવી, જે ગ્રાહકોની જરૂરિયાત પૂછીને તેની સહાયતા કરશે.

એચડીએફસી બેંકના ડિજીટલ બેંકિંગ વિભાગના પ્રમુખ (કન્ટ્રી હેડ) નિતિન ચુઘે મંગળવારે અહીં તેનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે જણાવ્યું કે ગ્રાહકો શાખામાં પ્રવેશ કરતા જ ઇરા તેનું સ્વાગત કરશે અને તેમની પાસેથી તેમની બેંકિંગ જરૂરિયાતો અંગે પૂછીને તેની સમસ્યાનું સમાધાન કરશે.

કોઈને એફડી રેટ જાણવા હોય અથવા કોઈ લોન પર વ્યાજદર જાણવા હોય તો ઇરા બધુ જણાવશે. આ દરમ્યાન તેઓએ એક નવી ડિજીટલ બેંકિંગ એપનું લોન્ચિંગ પણ કર્યુ. દેશમાં પ્રથમ વખત એચડીએફસી બેંકે બેંકિંગ સેવા માટે રોબોટનો ઉપયોગ કરવાનું શરૂ કર્યુ છે. પ્રથમ વર્ઝન ઇરા 1.0 હતું, જે ફક્ત ગ્રાહકોનું શાખામાં સ્વાગત કરતુ હતું અને તેને કાઉન્ટર સુધી પહોંચાડતુ હતું.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter