GSTV
Ahmedabad ગુજરાત

અમિત શાહને સોંપાઈ ગુજરાત જીતાડવાની જવાબદારી, ઉત્તર પ્રદેશમાં ફક્ત પ્રચાર કરશે : ગુજરાતમાં બદલાયા સમીકરણો

રાજકારણમાં ક્યારેય કંઈ જ કાયમી નથી હોતું. સમય અને પરિસ્થિતિની જરૂરિયાત મુજબ તેમાં ફેરબદલ થતા હોય છે હાલ બીજેપીમાં પણ એ જ સ્થિતિ નિર્માણ પામી છે. બીજેપીના ચાણક્ય મનાતા અમિત શાહને અનૌપચારિક યુપીના બદલે હવે ગુજરાતની જવાબદારી સોંપવામાં આવી હોવાનું પ્રદેશ બીજેપીમાંથી જાણવા મળી રહ્યું છે. UP માં શાહ માત્ર પ્રચાર જ કરશે, બીજી જવાબદારી નહીં સોંપાય.

bjp flag

આમ તો કોઈ પણ મોટા રાજ્યની ચૂંટણી આવે અમિત શાહની સીધી કે આડકતરી જવાબદારી હોય છે. યુપી ઇલેક્શન દેશનું સૌથી મોટું ઇલેક્શન માનવામાં આવે છે. અમિત શાહને મોદીએ અંદાજે 6 માસ પહેલા સક્રિય કર્યા હતાં અને ઇલેક્શન લક્ષી કામગીરી સોંપી હતી. જે બાદ શાહ સક્રિય થયા અને સંગઠન લક્ષી કામગીરી આરંભી હતી. પરંતુ યુપી બીજેપીના સમીકરણો બદલાયા અને જવાબદારીઓ પણ બદલાઈ છે.

જો અત્યારે યુપી ગુમાવવું પડે તો 2024 માં લોકસભા ઇલેક્શન પર તેની સીધી અસર…

કોરોના કાળ ગયો છે. ગંગામાં લાશો તરતી જોવા મળી હતી તો ખેડૂત આંદોલન પણ ચાલ્યું જેના કારણે બીજેપીને નુકસાનનો અંદાજ આવ્યો હતો. જો અત્યારે યુપી ગુમાવવું પડે તો 2024 માં લોકસભા ઇલેક્શન પર તેની સીધી અસર જોવા મળે. જેથી હવે મોદીએ મોરચો સંભાળ્યો છે અને યુપી સીએમ યોગીને પણ ચહેરો બનાવી મેદાને ઉતારવામાં આવ્યાં છે. આ બંને નેતાની આગેવાનીમાં ચૂંટણી લક્ષી કામગીરી કરવામાં આવી છે.

આ તો વાત થઈ ઉત્તરપ્રદેશની ત્યાં રાજકીય સમીકરણો બદલાતા તેની અસર ગુજરાતના રાજકારણ પર જોવા મળી રહી છે. ગુજરાતની જવાબદારી અમિત શાહને સોંપાઈ હોવાનું સૂત્રો કહી રહ્યાં છે અને એટલે જ અમિત શાહના ગુજરાતમાં પ્રવાસ વધી ગયા છે. છેલ્લાં 2 માસની વાત કરીએ તો અંદાજે 8 વખત શાહ ગુજરાત પ્રવાસ કરી ચુક્યા છે. આ પ્રવાસ આમતો સરકારી કામોમાં હાજરી આપવાના હોય છે. પરંતુ અહીંના પ્રવાસ દરમિયાન સતત શાહની નજર સરકાર સંગઠન પર હોય છે અને તેને અનુરૂપ બેઠકો પણ કરી રહ્યા છે રજે રજની માહિતી મેળવી રહ્યાં છે.

Amit-Shah

ચર્ચા એ પણ ચાલી રહી છે કે આખરે અમિત શાહને કેમ જવાબદારી સોંપવામાં આવી ??

ભલે ગુજરાતમાં થોડા સમય પહેલા યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બીજેપીનો વન વે વિજય થયો પરંતુ લોકોમાં ભારોભાર નારાજગી છે. દરેક ચૂંટણી એટલે કે લોકસભા વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી દરમીયાન સમીકરણ અલગ હોય છે અને હાલની ગુજરાતની સામાજિક અને રાજકીય પરિસ્થિતિ અલગ છે અને બીજેપીને નુકશાનકર્તા છે. જો આજ સ્થિતિ રહેતો બીજેપીને નુકશાન થઈ શકે છે અને એટલે જ અમિત શાહ સક્રિય થયા છે કારણ કે મોદી-શાહ બંનેમાંથી એકપણને ગુજરાત જાય એ પોષાય નહીં અને એટલે જ અત્યારથી કવાયત કરવામાં આવી રહી છે.

GSTV

READ ALSO :

Related posts

ગુજરાત 2022/ વર્તમાન 11 મંત્રીઓ સાથે કુલ 788 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ, સૌરાષ્ટ્ર અને દક્ષિણના કેટલાક ગામોએ મતદાનનો બહિષ્કાર

pratikshah

BIG NEWS! ૨૦૧૭ની ચૂંટણીના પરિણામમાં ૭૭ બેઠકોમાં ત્રીજા નંબરે અપક્ષ, ૩૨ બેઠકો પર ત્રીજા ઉમેદવારના મત જીતના માર્જીનથી વધુ

pratikshah

પંચમહાલ / રામના અસ્તિત્વને નકારનારા હવે લાવ્યા છે ‘રાવણ’, કોંગ્રેસ પર મોદીનો પલટવાર

Nakulsinh Gohil
GSTV