GSTV
Home » News » હવે દિવસમાં માત્ર 6 જ કલાક રમી શકાશે પબજી ગેમ?

હવે દિવસમાં માત્ર 6 જ કલાક રમી શકાશે પબજી ગેમ?

pubg ban in india

યંગસ્ટર્સમાં પબજી રમવાના વધી રહેલા વળગણના કારણે ગુજરાતમાં તો  ગેમ રમવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પોલીસ ગેમ રમનારા યુવકોની ધરપકડ પણ કરી રહી છે.આ ગેમ સામે સૌથી વધુ ફરિયાદો એ વાતની છે કે, ગેમ રમનારા લોકો દિવસ રાત જોયા વગર તેમાં વ્યસ્ત રહેતા હોય છે.આ સંજોગોમાં એવુ માનવામાં આવી રહ્યુ છે કે ભારતમાં ગેમ બનાવનાર કંપનીએ એક દિવસમાં 6 જ કલાક ગેમ રમી શકાય તેવા બદલાવ કરવાનુ નક્કી કર્યુ છે. જોકે આ મર્યાદા ભારત પુરતી છે.

બાકીના દેશોમાં તેની અસર નહી પડે.કેટલાક ગેમર્સના કહેવા પ્રમાણે ગેમ રમતી વખતે દર બે કલાકે એક વોર્નિંગ મેસેજ આવે છે.જેમાં આજના દિવસ પુરતુ ગેમ રમવા માટે આટલા જ કલાક બાકી રહ્યા હોવાનુ કહેવાય છે. જોકે કેટલાકનુ કહેવુ છે કે આ રિસ્ટ્રિક્શન માત્ર 18 વર્ષથી નીચેના યુઝર્સ માટે છે.કેટલાક ગેમર્સ તેનાથી નારાજ પણ છે.જોકે કંપનીએ આવો પ્રતિબંધ લગાવ્યો છે કે નહી તેની કોઈ સ્પષ્ટતા હજી કરી નથી.

READ ALSO

Related posts

નવરાત્રીમાં વૈષ્ણોદેવી મંદિરની ગુફામાં સોનાનાં દરવાજા લગાવાશે

Mansi Patel

ઉઘાડી લૂંટ : અહીં લાઈસન્સ કાઢવાના પચ્ચીસોથી ત્રણ હજાર રૂપિયા

Mayur

Mob Lynchingને લઈને શશિ થરૂરે કેન્દ્ર સરકાર પર કર્યા પ્રહારો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!