GSTV

ખાનગી કંપની અને રાજ્ય સરકારના કર્મચારીઓને પણ મળશે LTC કેશ વાઉચર સ્કીમનો ફાયદો, આ વસ્તુની કરવી પડશે ખરીદી

નાણાં મંત્રાલયે બિન-કેન્દ્રીય કર્મચારીઓને એલટીસી જેવા ખર્ચને બદલે આવકવેરા મુક્તિનો લાભ આપવાની જાહેરાત કરી છે. ટ્રાવેલ લીવ કન્સેશન (એલટીસી) ના રોકડ વાઉચર આપવામાં આવશે. આનો અર્થ એ થયો કે એલટીસીના બદલામાં રોકડ ચુકવણી થશે જે ડિજિટલ હશે. તે 2018 થી 2021 સુધી રહેશે. જેમાં ટ્રેન અથવા વિમાનનું ભાડુ ચુકવવામાં આવશે. તે કરમુક્ત રહેશે. આ માટે, કર્મચારીનું ભાડુ અને અન્ય ખર્ચ ત્રણ ગણા હોવા જોઈએ. તેવી જ રીતે જીએસટી રજીસ્ટર વિક્રેતા પાસેથી માલ અથવા સેવાઓ ખરીદવી પડશે જેની ચુકવણી ડિજિટલ કરવી પડશે.

આ કેશ વાઉચરની મદદથી જીએસટી 12 ટકા હોય એવી નોન-ફૂડ વસ્તુઓ ખરીદી શકશે. એલટીસી 4 વર્ષની અંદર કર્મચારીઓને તેમના ગૃહ રાજ્યની મુલાકાત માટે ચૂકવણી કરવામાં આવે છે. પરંતુ આ વખતે કોરોના રોગચાળાને લીધે કર્મચારીઓને એલટીસીના બદલામાં રોકડ વાઉચરો આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કર્મચારી 31 માર્ચ 2021 સુધી આ કેશ વાઉચરનો ઉપયોગ કરી શકશે. રાજ્ય સરકારોના કર્મચારીઓ, રાજ્ય સરકારોના સાહસોના કર્મચારીઓ અને ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને પણ એલટીસીની બરાબર ભથ્થા પર આવકવેરાનો લાભ મળશે.

READ ALSO

Related posts

આણંદ તાલુકાના આ ગામની શાળાના 6-7 વર્ગને મર્જ કરવાનો નિર્ણય કરવામાં આવતા લોકોએ કરી તાળાબંધી

Nilesh Jethva

હળવદના દેવીપુરમાં કોરોનાના 35 કેસ નોંધાતા તંત્રમાં મચી દોડધામ

Nilesh Jethva

તાલાલા ગીરના આદિવાસી યુવાને અરુણાચલ પ્રદેશની સરહદે શહીદી વહોરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!