GSTV

પીએમસી બેન્કના થાપણદારોને મળી મોટી રાહત, ઈમરજન્સીની સ્થિતિમાં આ રકમ ઉપાડી શકાશે

Last Updated on November 21, 2019 by pratik shah

કૌભાંડથી ઘેરાયેલી પંજાબ અને મહારાષ્ટ્ર કો-ઓપરેટીવ બેંકના થાપણદારોને મોટી રાહત મળી છે. ડિપોઝીટર્સ મેડિકલ ઈમરજન્સીની સ્થિતિમાં 1 લાખ રૂપિયા સુધી ઉપાડવા માટે આરબીઆઈ દ્વારા નિયુક્ત એડમિનિસ્ટ્રેટરનો સંપર્ક કરી શકે છે. આરબીઆઈએ મંગળવારે બોમ્બે હાઇકોર્ટમાં આ વાત કહી હતી. પૈસા પાછા ખેંચવા પરના પ્રતિબંધોને પડકારતી અરજીઓ અંગેના એફિડેવિટમાં આરબીઆઈએ લગ્ન, શિક્ષણ, આજીવિકા સહિત ‘અન્ય મોરચે મુશ્કેલીઓ માટે 50,૦૦૦ની ઉપાડ મર્યાદાનો ઉલ્લેખ કર્યો છે.

આરબીઆઈના વકીલ વેંકટેશ ઢોંઢ, ન્યાયાધીશ એસ. સી. ધર્માધિકારી અને ન્યાયાધીશ આર. આઈ છાગલાની ડિવિઝન બેંચને કહ્યું હતું કે, હતાશ થાપણદારો આરબીઆઈ દ્વારા નિયુક્ત એડમિનિસ્ટ્રેટરનો સંપર્ક કરી શકે છે અને 1 લાખ રૂપિયા સુધી ઉપાડવાની પરવાનગી મેળવી શકે છે.

સોગંદનામામાં જણાવાયું છે કે, ઉપાડ પરના આવા પ્રતિબંધો બેન્કો અને પૈસા જમા કરવાવાળાના હિતોની સુરક્ષા માટે જરૂરી છે. આરબીઆઈએ એમ પણ કહ્યું હતું કે પીએમસી બેંકમાં મોટા પાયે ગેરરીતિઓ જોવા મળી છે. 23 સપ્ટેમ્બરના રોજ આરબીઆઈએ પીએમસી બેંક પર છ મહિના માટે નિયમનકારી પ્રતિબંધ લાદ્યો હતો. એફિડેવિટમાં જણાવ્યું છે કે, થાપણદારોની મુશ્કેલી ઓછી કરવા માટે આરબીઆઈએ સારવાર, લગ્ન, શિક્ષણ, આજીવિકા સહિતના અન્ય મોરચે મુશ્કેલીઓ જોતાં મેરિટના આધારે નક્કી કરેલી મર્યાદા કરતાં વધુ રકમ પરત ખેંચવાની વ્યવસ્થા બનાવી છે. મેડિકલ ગ્રાઉન્ડ પર 1 લાખ રૂપિયા અને અન્ય કેસોમાં 50 હજાર રૂપિયા કાઢી શકાય છે.

સોગંદનામા પર વિચાર કર્યા બાદ કોર્ટે આગામી સુનાવણી માટે 4 ડિસેમ્બરની તારીખ નક્કી કરી છે. પંજાબ અને મહારાષ્ટ્ર કોઓપરેટિવ (પીએમસી) બેંકમાં લગભગ એક દાયકાથી નાણાકીય છેતરપિંડી ચાલી રહી હતી. તપાસ અધિકારીઓ કહે છે કે જોય થોમસની આગેવાની હેઠળના બેંક મેનેજમેન્ટે કન્સ્ટ્રકશન કંપની એચડીઆઈએલને ફંડ આપવા માટે હજારો ડમી ખાતા ખોલાવ્યા હતા. આ રમત લગભગ 10 વર્ષોથી ચાલી રહી હતી.

નિયમનકારે શરૂઆતમાં જાણ્યું કે થોમસ અને કેટલાક મેનેજમેન્ટના લોકોએ એક સાથે એચડીઆઈએલ, જે હવે નાદાર થઈ ગઈ છે, તેને 4,226 કરોડ રૂપિયા (બેંકની કુલ લોનનો 73% હિસ્સો) લોન આપી હતી, જે હવે નાદાર થઈ ચૂકી છે. આવી સ્થિતિમાં, આ બેંક નાદારીની લપેટમાં આવી ગઈ અને આરબીઆઈએ તેનું કામકાજ બંધ કરી દીધું. આરબીઆઈએ થાપણદારોને પૈસા ઉપાડવાની મર્યાદા નક્કી કરી. આ પછી ખુલાસો થયો કે આ કૌભાંડ 4,226 કરોડનું નથી, પરંતુ 4,355 કરોડનું છે. પીએમસી બેંક લોન કૌભાંડ 6500 કરોડ રૂપિયાથી વધુનું હોવાનું હવે બહાર આવ્યું છે.

Read Also

Related posts

જોબ ઓફર હોય તો આવી/ નવી નોકરી પર મોંઘી બાઈક અને આઈફોનની ઓફર, ટેસ્ટમાં બેસવા માટે પણ અપાય છે પૈસા

Harshad Patel

થઇ જાઓ તૈયાર! 10 હજાર લોકોને નોકરી આપશે આ ડિજિટલ કંપની, જલ્દી શરૂ થશે હાયરિંગ

Bansari

મહાવિનાશ આવશે/ 10 હજાર કરોડ ટન બરફ પિગળ્યો, 27 જુલાઈએ એટલો ઓગળ્યો કે પાણીથી એક આખુ ઉત્તર પ્રદેશ ડૂબી જાય

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!