GSTV
Gujarat Government Advertisement

સાવધાન / કોરોનાથી સ્વસ્થ થયેલા દર્દીઓ હવે પીડાય છે આ બીમારીથી, વધતા જતા લક્ષણોને નજર અંદાજ ન કરતા

Corona patient

Last Updated on June 9, 2021 by Dhruv Brahmbhatt

દેશમાં કોરોના વાયરસ સંક્રમણની ઝડપ હવે થોડી ધીમી પડી છે. ત્યારે મંગળવારના રોજ એપ્રિલ બાદ પ્રથમ વાર દેશમાં 1 લાખથી ઓછાં કોરોનાના કેસો નોંધાયા. મોતની સંખ્યા પણ ઘટી છે, પરંતુ કોરોનાથી સ્વસ્થ થયા બાદ હવે દર્દીઓમાં નખ અને વાળ સંબંધી બીમારીઓ જોવા મળી રહી છે. કેટલાંક દર્દીઓમાં હર્પીજ એટલે કે, દાદર (Herpes) ની સમસ્યા પણ જોવા મળી રહી છે. એવામાં તજજ્ઞોનું કહેવું છે કે, લોકો વધતા જતા લક્ષણોને નજર અંદાજ ના કરે.

Herpes

નબળી ઇમ્યુનિટીના કારણે આ બીમારી થવાની શક્યતા

મુંબઇ, દિલ્હી અને કેટલાંક અન્ય મોટા શહેરોના ડૉક્ટરોનું કહેવું છે કે, કોરોના વાયરસમાંથી બહાર આવ્યા બાદ ઘરે ગયેલા લોકોમાં ચામડીના રોગો સામે આવી રહ્યાં છે. તેમાં સૌ કોઇમાં વધારે જોવા મળતી જો કોઇ બીમારી હોય તો તે છે હર્પીજ. મોટા ભાગના દર્દીઓમાં આ બીમારી જોવા મળી રહી છે. રિપોર્ટ અનુસાર, દિલ્હીની ઇન્દ્રપ્રસ્થ અપોલો હોસ્પિટલના વરિષ્ઠ ચામડીના રોગને લગતા તજજ્ઞ ડૉ. ડીએમ મહાજનનું કહેવું છે કે, અનેક બીમારીઓમાં હર્પીજ અથવા તો દાદર પ્રથમ વાર સામે આવી રહી છે. જો કે, કેટલાંક દર્દીઓ પહેલેથી જ પીડાઇ રહ્યાં છે. આવું તેઓની નબળી ઇમ્યુનિટીના કારણે થઇ રહ્યું છે.

hair loss

આ સાથે જ મુંબઇના સ્કીનના નિષ્ણાંત અને હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડૉ. સોનાલી કોહલીએ પણ આ અંગે જાણકારી આપી છે. તેઓનું કહેવું છે કે, કોરોના વાયરસ સંક્રમણથી નબળી થયેલી ઇમ્યુનિટીના કારણે અનેક દર્દીઓમાં સ્કીનની સાથે-સાથે વાળ અને નખની બીમારીઓ પણ જોવા મળી રહી છે.

નખ સંબંધી બીમારીવાળા દર્દીઓમાં મેલાનોનીચિયા પણ જોવા મળી રહી છે

તેમના જણાવ્યાં અનુસાર, કોરોનાથી સ્વસ્થ્ય થયેલા દર્દીઓએ દાદર, વાળ ખરવા તેમજ નખ સંબંધી બીમારીઓનો સામનો કરવો પડી રહ્યો છે. નખ સંબંધી બીમારીવાળા દર્દીઓમાં મેલાનોનીચિયા પણ જોવા મળી રહી છે. એવામાં તજજ્ઞોનું કહેવું છે કે, લોકો આ લક્ષણોને નજર અંદાજ ના કરે અને ડૉક્ટરો સાથે ચર્ચા વિચારણા કરી લે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર

Vishvesh Dave

આ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રજૂ કર્યો વિશેષ એફડી પ્લાન, મળશે આ મોટા ફાયદાઓ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!