GSTV
Business Trending

સુવિધા/ હવેથી આ રીતે ઘરનું ભાડું ચૂકવવા પર તમને મળશે 1 હજાર કેશબેક, આ છે સૌથી ફાયદાકારક

house-rent

હવે ભાડાં પર રહેનારા લોકો ક્રેડિટ કાર્ડ (Credit card) ના આધારે પોતાના ઘરનું ભાડું આપી શકશે. આ સુવિધા Paytm એ પોતાના પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાવી છે. ક્રેડિટ કાર્ડથી ભાડું ચૂકવવા પર પૈસા તુરંત મકાન માલિકના બેંકના ખાતામાં પહોંચી જશે. હકીકતમાં, ડિજિટલ ફાઇનાન્શિયલ સર્વિસ પ્લેટફોર્મ Paytm એ પોતાના રેન્ટ પેમેન્ટ્સ ફીચરને વધારી દીધું છે. કંપનીએ ક્રેડિટ કાર્ડથી ઘરના ભાડાની ચૂકવણી પર 1,000 રૂપિયાના કેશબેકની જાહેરાત કરી છે. દરેક ટ્રાન્ઝેક્શન પર કેશબેક કમાવ્યા સિવાય યુઝર્સ તેનાથી ક્રેડિટ કાર્ડના પોઇન્ટ્સ પણ જમા કરાવી શકશે.

CREDIT-CARD

આવી રીતે કરી શકશો ચૂકવણી

Paytm તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું કે, ‘મકાન માલિકના ક્રેડિટ કાર્ડથી મકાનનું ભાડું આપવા માટે યુઝર્સને પેટીએમની હોમ સ્ક્રીન પર રિચાર્જ એન્ડ પે બિલ્સ કનેક્શનમાં જઇને ‘રેંટ પેમેન્ટ’ સિલેક્ટ કરવાનું રહેશે. યુઝર્સ પોતાના ક્રેડિટ કાર્ડથી સીધા પોતાના મકાન માલિકના બેંક એકાઉન્ટમાં મની ટ્રાન્સફર કરી શકે છે. Paytm UPI, ડેબિટ કાર્ડ અને નેટબેંકિંગ (Net Banking) થી પણ મકાનનું ભાડું આપવાની સુવિધા ઉપલબ્ધ કરાવે છે. આ ફીચરનો ઉપયોગ કરવામાં કોઇ પણ જાતની પરેશાની ન થાય તે માટે યુઝર્સને માત્ર પોતાના મકાન માલિકના બેંક એકાઉન્ટની ડિટેઇલ આપવાની રહેશે. આ સિવાય કોઇ અન્ય માહિતી નહીં નાખવાની રહે. રેન્ટ પેમેન્ટથી સંબંધિત ઇનોવેટિવ ડેશ બોર્ડ તમામ પ્રકારના પેમેન્ટને ટ્રેક કરવામાં તમારી મદદ કરે છે. તે પેમેન્ટની તારીખ યાદ અપાવે છે અને પેમેન્ટ થવાની કન્ફર્મેશન તુરંત મકાન માલિકોની પાસે મોકલી દે છે.

paytm

ટૂંક સમયમાં જ જોડાશે આ ફીચર્સ

Paytm ના વાઇસ પ્રેસિડેન્ટ નરેન્દ્ર યાદવે જણાવ્યું કે, ‘આપણા દેશમાં મકાનનું ભાડું ભાડુઆતો માટે એક નિશ્ચિત ગાળા બાદ વારંવાર કરવામાં આવતા સૌથી મોટા ખર્ચામાંનો એક ખર્ચો છે. લૉન્ચના થોડાંક મહીનાઓની અંદર જ અમારું રેન્ટ પેમેન્ટ ફીચર પહેલેથી જ આ અનિશ્ચિત સમયમાં કેશ ફ્લોને યથાવત રાખવામાં યુઝર્સને સક્ષમ બનાવી રહ્યાં છે. આ યુઝર્સને પોતાના ક્રેડિટ કાર્ડ સાઇકલ અનુસાર ભાડું આપવાની સુવિધા પ્રદાન કરી રહ્યું છે. આ સર્વિસના વિસ્તાર સાથે Paytm રેન્ટ પેમેન્ટમાં માર્કેટમાં નેતૃત્વની સ્થિતિને યથાવત રાખશે. અમે માર્ચ 2021 સુધીમાં 300 કરોડ રૂપિયાના મૂલ્યની રેન્ટ પ્રોસેસ કરવાની આશા કરી રહ્યાં છીએ.’

Paytm દેશભરમાં યુઝર્સને એક નિશ્ચિત ગાળા બાદ વારંવાર થનારા ખર્ચા, જેમ કે વિજળી અને પાણીના બિલ, ક્રેડિટ કાર્ડના બિલો વગર કોઇ પરેશાનીએ પેમેન્ટ કરવાની ઉત્તમ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. ત્યાર બાદ ટૂંક સમયમાં જ ક્રેડિટ કાર્ડથી મહીનામાં થનારા અન્ય ખર્ચાઓ જેવાં કે બાળકોની ટ્યુશન ફી અને મેડ અથવા નોકરની સેલરીનું પણ પેમેન્ટ કરી શકાશે.

READ ALSO :

Related posts

કપિલ દેવે આઇસીસીને કરી અપીલ, કહ્યું- વન ડે ઇન્ટરનેશનલ અને ટેસ્ટ ક્રિકેટને બચાવો, નહીં તો ફૂટબોલ જેવા હાલ થશે

GSTV Web Desk

ક્રિકેટ/ વોશિંગ્ટન સુંદરની જગ્યાએ ટીમ ઈન્ડિયામાં શામેલ કરાયો આ ઘાતક ખેલાડી, કેરિયરમાં પ્રથમ વખત મળ્યું સ્થાનઃ બીસીસીઆઈએ કરી જાહેરાત

GSTV Web Desk

કુશ્તીબાજ દિવ્યા કાકરાનને સહાય મુદ્દે નવો ટ્વિસ્ટ, ભાજપનો પ્રચાર કરનાર આપને કરે છે બદનામ

GSTV Web Desk
GSTV