GSTV

હવે આગામી પહેલી ઓક્ટોબર સુધી મોલ અને મલ્ટીપ્લેક્સમાં પાર્કિંગ ચાર્જ વસૂલી શકાશે

Last Updated on September 27, 2018 by Mayur

મોલ અને મલ્ટીપ્લેકશમાં હવે આગામી પહેલી ઓકટોબર સુધી પાર્કિંગ ચાર્જ વસૂલી શકાશે. પહેલી ઓકટોબર સુધી સરકાર મોલ મલ્ટીપ્લેક્સ સંચાલકો સામે કોઇ ક્રિમિનલ એકશન નહીં લે. હાઇકોર્ટમાં આ અંગે હાથ ધરાયેલી સૂનાવણી દરમિયાન સરકાર અને કોર્પોરેશને જવાબ રજુ કરવા માટે વધુ સમય માંગ્યો હતો.

આ અંગે હવે વધુ સૂનાવણી પહેલી ઓક્ટોબરે હાથ ધરાશે. નોંધનીય છેકે અમદાવાદમાં મોલ અને મલ્ટીપ્લેક્સમાં વસુલવામાં આવતા ગેરકાયદેસર પાર્કિંગ ચાર્જના મામલે હાઈકોર્ટમાં પીટીશન કરાઇ હતી.જેમાં ફરી એકવખત હાઈકોર્ટે વચગાળાની રાહત આપી છે.. હાઈકોર્ટમાં બંન્ને પક્ષો વચ્ચે પાર્કિંગ ચાર્જને લઈને દલીલો કરવામાં આવી હતી.

સરકાર અને મનપા દ્વારા હાઈકોર્ટમાં જવાબ રજુ કરવા માટે સમય માંગવામાં આવ્યો હતો. હાઈકોર્ટે સરકાર અને મનપાને ૧ ઓક્ટોબર સુધીનો સમય આપ્યો હતો. સાથે જ ૧ ઓક્ટોબર સુધી મોલ અને મલ્ટી પ્લેક્ક્ષનાં માલિકો પાર્કિંગ ચાર્જ વસુલી પણ શકશે અને પોલીસ અને મનપાને ક્રિમીનલ કેસ કરવા પર ૧ ઓક્ટોબર સુધી રોક પણ લગાવી છે

Related posts

વળતાં પાણી / ગુજરાતના ૨૪ જિલ્લામાં હવે ૧૦થી પણ ઓછા એક્ટિવ કેસ, 4 જિલ્લા તો કોરોનામુક્ત થઈ ગયા

Dhruv Brahmbhatt

અગત્યનું/ ગુજરાતના ૧૭ હજાર વિદ્યાર્થી માટે મોટા સમાચાર: આ તારીખે GTU દ્વારા યોજાશે ડિપ્લોમા,UG-PGની ઓફલાઈન પરીક્ષા

Bansari

વાહનચાલકો સાવધાન / પોલીસને થયો છે આદેશ, ઘરેથી તૈયાર થઈને નીકળજો નહીં તો 1000 ખિસ્સામાંથી ખાલી થઈ જશે

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!