હવે માત્ર 5 રૂપિયામાં મળો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રૂબરૂ, આ છે શરતો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવાનું જો તમારૂ સપનું હોય તો હવે સાકાર થશે. પરંતુ એ માટે તમારે 5 રૂપિયાનો ખર્ચ કરવો પડશે. એટલું જ નહીં તમારી મોદીજી સાથે મુલાકાત બાદ તમને એક ટીશર્ટ અને કોફી મગ પણ મળશે.

નમો એપ પર આપવું પડશે ડોનેશન

પ્રધાનમંત્રીની પર્સનલ એપ્લિકેશન નમો પર જઈને તમારે ભાજપને ડોનેશન આપવું પડશે. અને આ ડોનેશનની કિંમત 5 રૂપિયાથી લઈને 1000 રૂપિયા સુધી હશે.

જનરેટ થશે રેફરલ કોડ

એપ્લિકેશનમાં ફંડ આપ્યાં પછી એક રેફરલ કોડ જનરેટ થશે. પછી આ કોડને વોટ્સએપ કે પછી ફેસબુક અથવા ટેક્સ મેસેજ કરીને 100 લોકોને શેર કરવો પડશે. ત્યારબાદ જો આ 100 લોકોએ તમારા કોડનો ઉપયોગ કરીને ડોનેશન આપ્યું તો તમને મોદીજી સાથે મળવાની તક મળશે.

આ રીતે મળશે ટીશર્ટ અને મગ

ભાજપ તરફથી કહેવામાં આવ્યું છે કે જો ડોનેશન કર્યા પછી રેફરલ કોડનો 10 લોકો પણ વપરાશ કરશે તો તેને મફતમાં નમો ટીશર્ટ અને કોફી મગ મળશે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter